રાજકોટઃ ભુણાવા ભરૂડી પાસે યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી પોલીસને મળતા તાલુકા PSI અજયસિંહ જાડેજા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને યુવાનના મૃતદેહ પાસે મોબાઇલ ફોન તેમજ પાણીની બોટલ મળી આવતા તેને કબજે કરી હતી.
અજાણ્યા યુવાનની ઉંમર આશરે 35થી 40 વર્ષની જણાઇ હતી. પોલીસને પ્રથમ નજરે યુવાનની પીઠ, ડાબો હાથ તેમજ બેઠકના ભાગે ઇજાના નિશાનો જણાયા હતા. અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી હતી.
નાના એવા ભુણાવા- ભરૂડી ગામ પાસે યુવાનનો મૃતદેહ મળી આવતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. જેમાં ચર્ચાઈ રહ્યું હતું કે, રાત્રીના કેટલાક કારખાને દારો દ્વારા યુવાન પર ચોરીની શંકા કરી માર મારવામાં આવ્યો હતો.
આ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળ તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસ તપાસમાં ગોંડલ નગરપાલિકાના 2 સભ્યો રવિ કાલરીયા, શૈલેષ ફૌજી ઉપરાંત અક્ષય ઉર્ફે ભાણો, વિનોદ, અશોક રૈયાણી અને આશીષ ટીલવાએ ચોરીની શંકા કરી પ્લાસ્ટિકના પાઈપ વડે ઢોર માર મારીને યુવાનની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.