રાજકોટઃ જિલ્લાના ચોરડીમાં હોમ ક્વોરન્ટાઇન ચેતનભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધવાની સાથે તાલુકા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી મોબાઈલ કોલને ટ્રેસ કરી લીમડી પાસેથી ઝડપી લઈ ફરી હોમ કોરન્ટાઇન કરવા તજવીજ હાથ ધરી હતી. ચેતનભાઈ મળી જતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ચેતનભાઈ પરિવારમાં એકલાજ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
