રાજકોટમાંરહેતી એક પરિણીતાના ઘરે જઈને અજાણ્યા ઈસમો દ્વારા મનફાવે તેવા અપશબ્દો બોલીને પરિણીતા સાથે સામુહિક દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ આ ઈસમો અચાનક ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. જેને લઈને પોલીસ દ્વારા મામલાનીસઘન તપાસ શરૂ કરવામાં આવીહતી.
ક્રાઇમબ્રાન્ચે મામલાના મુખ્ય આરોપી અને માથાભારે શખ્સોને ભચાઉના કટારીયા ગામેથી ઝડપી પાડ્યા હતા. તેમજ આજે ત્રણેય ઈસમો પાસે ક્રાઇમબ્રાન્ચે સમગ્ર ઘટનાની વિગત મેળવીને જાહેરમાં જ કાયદાનું ભાન કરાવ્યું હતું.