રાજકોટ જેતપુર ખાતે ગુજરાત ઠાકોર સેનાના રાજકોટ જીલ્લાના પ્રમુખ હિતેશ ઠાકોરની આગેવાનીમાં જેતપુર ખાતેના ઠાકોર સેના કાર્યાલય ખાતે આવનારી વિધાનસભાની ટિકિટની માંગણી (demand for Assembly tickets) અંગેની બેઠક મિટિંગ યોજવામાં આવી હતી. અને આ બેઠકની અંદર ભાજપ દ્વારા ઠાકોર સમાજને સાત જેટલી બેઠકો માટે ટિકિટ આપવામાં આવે તેવી માંગ સાથેની ચર્ચાઓ પણ કરવામાં આવી છે.
સમાજ કાયમી માટે વફાદાર આ બેઠક મિટિંગમાં ઉપસ્થિતિ રાજકોટ જીલ્લાના પ્રમુખ હિતેશ ઠાકોરે જણાવ્યું હતું કે ઠાકોર સેના અને સમાજ કાયમી માટે વફાદાર રહ્યો છે. જેમાં અલ્પેશ ઠાકોર અંગેની પણ વાત કરતા જણાવ્યું હતું કે જયારે અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં હતા, ત્યારે ઠાકોર સમાજ કોંગ્રેસને સહયોગ આપતો હતો. અને હવે તેઓ ભાજપમાં છે એટલે હાલ તેઓ ભાજપને વફાદાર છે. ત્યારે ભાજપ દ્વારા તેમના સમાજની ટિકિટો કાપવામાં ના આવે અને તેમના સમાજને સાત જેટલી ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ઠાકોર સેનાને ટિકિટ જેતપુરમાં ઠાકોર સમાજની યોજાયેલ બેઠકમાં માંગણી કરવામાં આવી હતી કે વાંકાનેર, કચ્છ (પશ્ચિમ), રાજકોટ-86, હળવદ-ધ્રાગધ્રા, ગારિયાધાર-અમરેલી, ધારી-બગસરા અને બાબરા-લાઠી સહિતની સાત જેટલી બેઠકો માટે ઠાકોર સેનાને ટિકિટ આપવામાં આવે ઉપરાંત જો ટિકિટ આપવામાં આવશે નહી કે કાપવામાં આવશે તો ભાજપે પરિણામ ભોગવવું પડશે તેવું કટાક્ષ કર્યું હતું.
માંગ સ્વીકારવામાં આવે ઠાકોર સેનાના પ્રમુખે પોતાની માંગ અંગે મીડિયા સાથે વાત કરતા અને પોતાની માંગ કરતા જણાવ્યું હતું કે ભાજપ દ્વારા અમારા તેમજ ઓ.બી.સી. એસ.સી. એસ.ટી. ની ટિકિટ ના કપાવી જોઈએ. ભાજપ દ્વારા આ તમામ બેઠકો પર માંગ સ્વીકારવામાં આવે તેવું જણાવ્યું હતું. જો માંગ નહિ સ્વીકારવામાં આવે તો ભાજપને ભોગવવું પડશે તેવું જણાવ્યું હતું.