રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાનમાં સત્તત વધારો થતાં લોકો ત્રાહીમામ પોંકારી ઉઠ્યા છે. જેથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારના વાતાવરણમાં કેવી રીતે રહેવું તે, અંગેની માર્ગદર્શીકા પણ જાહેર કરાઈ છે. આ સાથે જ મનપાએ રાજકોટની વિવિધ એન.જી.ઓ સાથે મળીને જરૂરીયાતવાળા મુખ્ય માર્ગો પર પાણી અને છાશનું વિતરણ વિનામુલ્યે આપવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરી છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં છેલ્લા બે દિવસથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યુ છે. ત્યારે હજુ પણ તાપમાનમાં વધારો થવાની મનપા કમિશ્નરે સંભાવના જાહેર કરી છે.