ETV Bharat / state

Rajkot Crime: વીછિંયામાં તાંત્રિક વિધિમાં પતિ-પત્નીએ પોતાના માથા વાઢી હવન કુંડમાં હોમ્યા - hUsband And Wife Made Offerings In Havan Kund

રાજકોટના વિંછિયામાં અંધશ્રદ્ધામાં પતિ-પત્નીએ પોતાનું જીવન હોમી દીધું છે. આ ઘટનામાં જાણવા મળ્યું છે કે બંન્નેએ પોતાના મસ્તક હવનકુંડમાં હોમી દીધા છે. બન્નેનું નામ હેમુ મકવાણા અને હંસાબેન મકવાણાએ છે જેમણે અંધશ્રદ્ધામાં કહેવાતી કમળપૂજા વિધી કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

tantric-rituals-in-vichhinya-of-rajkot-husband-and-wife-made-offerings-in-havan-kund-two-suicide-notes-were-found

author img

By

Published : Apr 16, 2023, 9:55 PM IST

Updated : Apr 16, 2023, 10:18 PM IST

તાંત્રિક વિધિમાં પતિ-પત્નીએ પોતાના માથા વાઢી હવન કુંડમાં હોમ્યા

રાજકોટ: રાજકોટના વીછિંયા તાલુકામાં એક અંધશ્રદ્ધાનો બનાવ સામે આવ્યો છે. જેમાં તાંત્રિકવિધિમાં પતિ-પત્નીએ હવનકુંડમાં પોતાની આહુતિ આપી હતી. એટલું જ નહીં, અંધશ્રદ્ધામાં ભરેલા પગલાં અંગેની વિગત પણ સુસાઈડ નોટમાં આપી હતી. બંનેની બે પાનાની સુસાઈડ નોટ પણ મળી છે. જેમાં પત્નીએ અંગૂઠો કર્યો હતો અને પતિએ સહી કરી હતી. પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસમોર્ટમ કરાવવા મૃતદેહને રાજકોટ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

શું બની ઘટના?: પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લાના વિંછીયા મોઢુકા રોડ પર ભોજાભાઈ મકવાણાની વાળીએ તેમના પુત્ર અને પુત્રવધૂએ અંધશ્રદ્ધામાં પોતાની જાતે જ બલી ચડાવી હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ભોજાભાઈના પુત્ર હેમુભાઈ મકવાણા અને તેમના પત્ની હંસાબેન હેમુભાઈ મકવાણાએ પોતાની જાતે જ બલી ચડાવી તેમના માથા હવનકુંડમાં હોમી દીધા હતા.બલી ચડાવતાં પહેલાં તેમના સગીરવયના દીકરા-દીકરીને મામાના ઘરે મૂકી આવ્યા હતા અને બાદમાં પૂજાવિધિનો સામાન લઈને ખેતર જતા રહ્યા હતા.

સુસાઈડ નોટ મળી આવ્યા: ઘટના સ્થળેથી બંનેની સુસાઈડ નોટ ઉપરાંત 50 રૂપિયાનું એક સ્ટેમ્પ પેપર પણ મળી આવ્યું છે. હેમુભાઈ અને હંસાબેન મકવાણા નામના આ દંપતીએ એક રીતે અંધશ્રદ્ધામાં તાંત્રિકવિધિના નામે આપઘાત કર્યો છે. આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે કમલપૂજા કરવાનું કારણ શું છે? શું કોઈએ તેઓને તાંત્રિક વિધિ કરવા માટે ઉશ્કેર્યા હતા? કયા ઉદ્દેશ માટે તાંત્રિકવિધિ કરાઈ રહી હતી? શું પરિવારના અન્ય સભ્યોને તાંત્રિકવિધિની ખબર ન હતી?

આ પણ વાંચો Ahmedabada News: NRI મહિલા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સની બોડકદેવ પોલીસે કરી ધરપકડ

ગળા કપાઈ ગયાની પરિજનોએ જાણ કરી: રવિવારે બપોરના સમયે દીકરી વાળીએ જઇને માતાપિતાને આ હાલતમાં જોઈ રોક્કળ કરતા બધા એકઠા થયા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરી હતી. વીંછિયાના હેમુભાઈ ભોજાભાઈ મકવાણા અને તેના પત્ની હંસાબેન હેમુભાઈ મકવાણાએ રાત્રે તાંત્રિક વિધિ કરી હતી ત્યારબાદ બંનેએ કમળ પૂજા કરી દીધી હતી. રાતે તાંત્રિક વિધિની પૂજા કરીને હવનના કુંડમાં મસ્તક હોમી દીધા હતા.

આ પણ વાંચો Rajkot Crime : સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાના ગુનામાં 83 વર્ષના વૃદ્ધને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા

પોલીસ તપાસ તેજ: હાલ બન્ને મૃતદેહને પી.એમ માટે વીંછીયા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પોલીસ ટીમ અને મામલતદાર સહિતની ટીમ પહોંચી છે. સમગ્ર મામલે વિંછિયા પોલીસ તપાસ કરી રહી છે. જોકે વીંછીયામાં પોતાના ખેતરમાં તાંત્રિક વિધિમાં પતિ પત્ની બન્ને એ મસ્તક હવન કુંડમાં હોમી દીધાના સમાચારથી આખા પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

Last Updated : Apr 16, 2023, 10:18 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.