ETV Bharat / state

Talati Exam: તલાટીના નવા નિયમને ઉમેદવારોએ વધાવ્યો, ધો-12 પાસ થયેલા ઉમેદવારોમાં જોવા મળી નિરાશા - તલાટીની ભરતીમાં નવો નિયમ જાહેર

તલાટી ભરતી માટે સરકાર દ્વારા શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરીને સ્નાતક કરવામાં આવી છે. જેને પગલે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારોમાં મિશ્ર પ્રતિભાવ જોવા મળ્યો છે. ક્યાંક ઉમેદવારો આ નિયમને વધાવી રહ્યા છે. તો આ વર્ષે જ ધોરણ બાર પાસ કરેલા ઉમેદવારોને હવે સ્નાતક સુધી રાહ જોવી પડશે.

તલાટીની ભરતીમાં નવો નિયમ જાહેર
તલાટીની ભરતીમાં નવો નિયમ જાહેર
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 14, 2023, 7:16 PM IST

તલાટીની ભરતીમાં નવો નિયમ જાહેર

રાજકોટ: રાજ્ય સરકાર દ્વારા તલાટીની ભરતીમાં નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં હવેથી ગ્રેજ્યુએટ ઉમેદવાર જ તલાટી મંત્રીની ભરતીનું ફોર્મ ભરી શકશે. અગાઉ ધોરણ 12 પાસ કરેલા ઉમેદવારો તલાટી મંત્રીની ભરતી માટેનું ફોર્મ ભરી શકતા હતા. તેવામાં આ નવો નિયમ આવતાં રાજકોટમાં સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારોએ ETV ભારતને પોતાના મંતવ્યો જણાવ્યા હતા.

હવે ભરતીના પેપર ફૂટવાની ઘટના નહિ સર્જાય - યસ ભિંડોરા, ઉમેદવાર

સરકારી નોકરીની તૈયારી કરતા યસ ભીંડોરાએ જણાવ્યું હતું કે તલાટી મંત્રીનો જે નિર્ણય આવ્યો છે તે મારા મતે ખૂબ જ સારો નિર્ણય છે. કારણ કે જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થઈ ગયા હોય તે વહીવટી જ્ઞાન સારું એવું ધરાવતા હોય છે અને પંચાયતમાં વહીવટી કામ સારી રીતના કરી શકતા હોય છે. અગાઉ જે ધોરણ 12 પાસનો નિયમ હતો તેમાં 3500ની જગ્યા સામે 15 લાખ જેટલા ફોર્મ ભરાતા હતા અને આ પ્રકારની ઘટનાના કારણે પેપરો પણ ફૂટતા હતા પરંતુ હવે આ નવો નિયમ આવતાં પેપર ફૂટવાની ઘટના પણ નહિવત બનશે.

હું આ વર્ષે જ 12 પાસ થયો, પરંતુ હવે ફોર્મ નહિ ભરી શકું - હાર્દિક વિંઝુડા, ઉમેદવાર

આ વર્ષે ધોરણ 12ની પરીક્ષામાં પાસ થયેલા હાર્દિક વિંઝુડાએ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યારે ધોરણ 12ની હું તૈયારી કરતો હતો સાથે સાથે જ મેં સરકારી નોકરીઓની પરીક્ષાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી. જેના કારણે હવે મને તલાટી મંત્રીની પરીક્ષાના ફોર્મ ભરવાની તક નહીં મળે કારણ કે સરકાર દ્વારા હવે ગ્રેજ્યુએટ ઉમેદવારો જ પરીક્ષા માટેના ફોર્મ ભરી શકશે.

સરકારના આ નિયમને કારણે સરકારી નોકરીની તૈયારી કરતાં લાખો વિદ્યાર્થીઓની મહેનત ઉપર પાણી ફરી ગયું છે. જ્યારે 12 પાસ થયેલો વિદ્યાર્થી સરકારી નોકરીની તૈયારી સાથે એક્સર્ટનલ કોલેજ પણ કરતો હોય અને પ્રાઇવેટ નોકરી પણ કરતો હોય છે. ત્યારે આ નિયમ યોગ્ય નથી. આ નવા નિયમોના કારણે હજારો વિદ્યાર્થીઓ પર તેની અસર જોવા મળશે. - રોહિતસિંહ રાજપૂત, વિદ્યાર્થી નેતા, કોંગ્રેસ

  1. Talati Exam: 'સરકારના નિર્ણયથી સારા કર્મચારીઓ મળશે, પરંતુ ધો 12 પાસ કરેલા ઉમેદવારો નાસીપાસ થશે' - ઉમેદવારો
  2. ગાંધીનગર, સુરત અને વડોદરાને વિવિધ વિકાસકાર્યો માટે નાણાંની ફાળવણી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.