રાજકોટ : માલવિયાનગર વિસ્તારમાં આવેલા ઇન્ડસ્ટ્રીઝ એરિયાના એક કારખાનાની છત પરથી બે દિવસ પહેલા માથું છૂંદાયેલી હાલતમાં એક આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં પોલીસે હત્યા કરનાર બે આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ તપાસ સામે આવ્યું છે કે, મૃતક આધેડનું નામ મહેશ ઉર્ફ હરેશ ઉર્ફ મગનભાઈ સનુરા છે. તેમજ તેમની હત્યાના આરોપી વિજય ઉર્ફ દુખે રમેશભાઈ ઢોલી, અજિત ગગનભાઈ બાબર અને ફરમાન ઉર્ફ નેપાળી નામના ત્રણ ઈસમોએ ભેગા મળીને કરી હતી.
બનાવની પ્રાથમિક વિગતો સામે આવતા જાણવા મળ્યું હતું કે, હત્યા કરનાર ઈસમો મૃતકને અગાઉથી જ ઓળખતા હતા. તેમજ મૃતક મહેશ અજિત ગગનભાઈ નામના ઈસમ સાથે વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરતો હતો. જેના કારણે અજિતે અન્ય ઇસમનો સાથે મળીને કાવતરું રચીને મહેશને મોતને ઘાટ ઉતાર્યો હતો. મૃતક મહેશે પણ અગાઉ વર્ષ 2009 રાજકોટમાં ત્રણ જેટલા ભિક્ષુકોની પથ્થરના ઘા મારીને હત્યા નિપજાવી હતી. જેને લઈને તે સ્ટોન કિલરના નામે ઓળખાતો હતો. ઉલ્લેખનીય છે કે, રાજકોટની માલવિયાનગર પોલીસે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે એક ફરાર છે. પોલીસે ત્રીજા આરોપીને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યો છે.