ETV Bharat / state

જેતપુર તાલુકા પંચાયત પ્રમુખના પુત્ર પર 6 શખ્સો દ્વારા હુમલો - Jetpur taluka

જેતપુર તાલુકા પંચાયત પ્રમુખના પુત્ર પર ગોંડલ તાલુકાના પડવલા ગામના 6 શખ્સોએ હુમલો કર્યો હતો એેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જેતપુર તાલુકા પંચાયતના પુત્ર પર 6 શખ્સો દ્વારા હુમલો કરાયો

author img

By

Published : Jan 7, 2021, 3:57 PM IST

  • જેતપુર તાલુકા પંચાયતના પ્રમુખના પુત્ર પર હુમલો
  • જાનથી મારી નાખવાની આપી હતી ધમકી
  • ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ

રાજકોટઃ જેતપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભાવનાબેન સોલંકીના પુત્ર રોહિત ગોંડલ તાલુકાના પડવલા ગામ પાસેથી કાર લઈને પસાર થઇ રહ્યો હતો, ત્યારે પડવલા ગામના 6 શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જાનથી મારી નાખવાની આપી ધમકી

વાળા ડુંગરા ગામે રહેતા અને બેલાની ખાણની લીઝ ધરાવતા ભુપતભાઈ કડવાભાઇ સોલંકીના પુત્ર રોહિત પોતાની ગાડી લઈ પડવલા ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અજયસિંહ, ભગીરથસિંહ, દેવેન્દ્રસિંહ, મહાવીરસિંહ, અનિરુદ્ધ સિંહ અને સુરુભા જાડેજાએ સહિતનાએ રોકી એક સંપ કરી લાકડી અને લોખંડના પાઇપ વડે મારમારી ગાડીના કાચ તોડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જેતપુર તાલુકા પંચાયતના પુત્ર પર 6 શખ્સો દ્વારા હુમલો

સમગ્ર બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ

પોલીસે IPC કલમ 143, 147, 148, 149, 325, 326, 323, 504, તેમજ gp act 135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે ફરિયાદમાં કારણ જણાવ્યું હતું કે, ફરિયાદીઓ બેલાની ખાણની લીઝ ધરાવતા હતો અને આરોપીઓને બેલા આપતા ન હોવાથી આરોપીઓએ ઉશ્કેરાઈ હુમલો કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.