- રાજકોટ મનપા શાળાઓ બનશે સ્માર્ટ
- રાજકોટ મહાનગરપાલિકાની તૈયારીઓ શરૂ
- 88 જેટલી શાળાઓ છે જે ગુજરાતી
રાજકોટ: તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ દ્વારા અમદાવાદની શાળાઓની મુલાકાત કરવામાં આવી હતી. જ્યાં અલગ-અલગ વિસ્તારમાં બનાવવામાં આવેલી અને ડિજિટલ શાળાઓને લઈને રાજકોટ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ દ્વારા આ જ પ્રકારની શાળાઓ રાજકોટમાં બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. હાલ રાજકોટમાં અલગ-અલગ વિસ્તારમાં આવેલી શાળાઓમાં સ્માર્ટ ક્લાસ તો છે જ પરંતુ આગામી દિવસોમાં સંપૂર્ણ શાળા સ્માર્ટ બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. જેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
18 જેટલી સ્માર્ટ શાળાઓ બનાવાશે
અમદાવાદની શાળાઓની મુલાકાત બાદ રાજકોટ શિક્ષણ સમિતિ દ્વારા રાજકોટમાં પણ 18 જેટલી શાળાઓના સ્માર્ટ બને તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જે આગામી એક વર્ષ સુધીમાં બનાવવાની તૈયારી દર્શાવવામાં આવી છે. હાલ રાજકોટમાં મનપા સંચાલિત 88 જેટલી શાળાઓ છે જે ગુજરાતી છે. ત્યારે અંગ્રેજી માધ્યમની 3 જેટલી શાળાઓ છે. આમ આ શાળાઓ વધુમાં વધુ મસ્માર્ટ બને તે અંગેના પ્રયાસો રાજકોટ મનપા દ્વારા કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: EXCLUSIVE: રાજકોટ કોર્પોરેશન કચેરીમાં છેલ્લાં 2 માસમાં ઓલટાઇમ હાઇ 13 હજારથી વધુ મૃત્યુ નોંધાયા
તમામ શાળાઓમાં 2 સ્માર્ટ કલાસ બનશે: અતુલ પંડિત
રાજકોટ મહાનગર પાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિતે Etv સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં જ રાજકોટમાં મહાનગરપાલિકાની સામાન્ય સભામાં 44 જેટલા સ્માર્ટ કલાસ બનાવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઇને આગામી દિવસોમાં રાજકોટમાં એક પણ શાળા એવી નહિ હોય કે, જ્યાં સ્માર્ટ ક્લાસ નહીં હોય એટલે કે એક શાળા દીઠ બે સ્માર્ટ ક્લાસ હવે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં જોવા મળશે, ત્યારે આગામી દિવસોમાં અમદાવાદની શાળાઓની મુલાકાત દરમિયાન જે પણ સુધારા-વધારા રાજકોટની શાળામાં કરવાના લાગશે તેને પણ અમે અમલમાં મુકશું.
થોડો સુધારો કરવાનો છે તે શાળાઓને પહેલા પ્રાધાન્ય
જ્યારે શાળા, શિક્ષક, શિક્ષણ અને વિદ્યાર્થીઓ આ તમામનું મૂલ્યાંકન થાય તે જ એક સંપૂર્ણ શાળા કહેવાય છે, ત્યારે રાજકોટમાં મહાનગરપાલિકા સંચાલિત શાળાઓ હવે આગામી દિવસોમાં સંપૂર્ણ શાળાઓની દિશા તરફ જઈ રહી છે. પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિતે વધુમાં જણાવ્યું હતું કે, જે શાળાઓમાં થોડી ઘણી જ ખામીઓ છે તેને અમે પહેલા પ્રાધાન્ય આપીને તેને અમે વહેલી તકે સુધારશુ અને ત્યારબાદ ધીમેધીમે જે શાળાઓમાં વધુ પડતી જરૂરિયાત અને ખામીઓ છે તેને પણ દૂર કરવામાં આવશે એટલે કે, આગામી દિવસોમાં રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શાળાઓ વધુમાં વધુ ડીઝીટલ અને સ્માર્ટ બને તે દિશામાં પગલું ભરવામાં આવશે.