રાજકોટ: રાજકોટ જિલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાની સૂચના તેમજ એ.એસ.પી.સાગર બાગમારની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન છ પત્તાપ્રેમીઓની ધરપકડ કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ ઉપલેટાના કોલકી ગામમાં કાંતિભાઈ ભગવાનજીભાઈ ચિકાણીના રહેણાંક મકાનમાંથી જુગાર રમતા કાંતિભાઈ ભગવાનજીભાઈ ચિકાણી, મુકેશભાઈ મગનભાઈ ભાલોડીયા, શંકરભાઈ છગનભાઈ રહાણી, મનજીભાઈ લખમણભાઇ જાંબુકિયા, નટવરલાલ અરજણભાઇ ઘોડાસરા, અરવિંદભાઈ ત્રિકમભાઈ ગોધાણીને રોકડા રૂપિયા 24,600/- મોબાઈલ નંગ-4 જેની કિંમત આશરે 7,000/- મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 31,600/- સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.