રાજકોટ: ગુજરાતી ફિલ્મ તખુભાની તલવાર સામે રાજપૂત કરણી સેનાએ ચીમકી ઉચ્ચારી છે. ક્ષત્રિય સમાજ કે જો આ ફિલ્મ આવતીકાલે રિલીઝ કરવામાં આવશે તો ક્ષત્રિય સમાજ રસ્તા ઉપર આવશે. ગુજરાતી ફિલ્મ તખુભાની તલવાર આવતીકાલે રિલીઝ થવાની છે, પરંતુ તે પહેલા જ આ ફિલ્મ વિવાદોમાં આવી છે. જ્યારે શ્રી રાજપૂત કરણી સેના (Rajput Karni Sena) દ્વારા આ ફિલ્મનો વિરોધ (Rajput Karni Sena oppose film Takhubhas Talwar) કરવામાં આવ્યો છે.
રાજપૂત કરણી સેનાએ ઉચ્ચારી ચીમકી: શ્રી રાજપુત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જેપી જાડેજાએ આ અંગે જણાવ્યું છે કે, તખૂભાની તલવાર ફિલ્મમાં ક્ષત્રિય સમાજને નીચું જોવું પડે તે પ્રકારની બનાવવામાં આવી છે. જ્યારે આ ફિલ્મના કેટલાક અંશોના કારણે ક્ષત્રિય સમાજની લાગણી દુભાઇ રહી છે. જેના કારણે આ ફિલ્મને આવતીકાલે રિલીઝ કરવામાં કરવા દેવામાં આવી નહીં. જ્યારે આ અંગે જેપી જાડેજાએ મુખ્યપ્રધાન અને ગૃહ પ્રધાનને પણ ફિલ્મની (Gujarati movie Takhubhani Talwar) રિલીઝ ન કરવા દેવાની વિનંતી કરી છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ આવતીકાલે રિલીઝ થવાની છે, તે પહેલાં જ વિવાદોમાં આવી ગઈ છે.
ક્ષત્રિય સમાજ રસ્તા પર આવશે: રાજપુત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જેપી જાડેજાએ (Rajput Karni Sena state president JP Jadeja) વધુમાં જણાવ્યું છે કે, જ્યારે 562 જેટલા રજવાડા હોય એ દેશની અખંડતા માટે અને વિધર્મરઓને સાથે આક્રમણ કરીને અનેક બલિદાન આપ્યા હોય એવા ક્ષત્રિય સમાજનું આ પ્રકારનું ચિત્રણ કરવામાં આવી રહ્યું છે, જે યોગ્ય નથી. જો આ ફિલ્મને રિલીઝ કરવા દેવામાં આવશે તો અમે રસ્તા ઉપર ઉતરશું, ધરણા પ્રદર્શન અને આંદોલનો પણ કરશું. જેના કારણે અમારી સરકારને અપીલ છે કે, આ ફિલ્મને રિલીઝ કરવામાં ન આવે અને તેના નિર્માતા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.