રાજકોટ : પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ અને ગુજરાત સ્કૂલ ઓફ એક્સેલન્સના સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્રના વિધાર્થીઓ માટે સુપર 40 સેન્ટર ફોર એક્સેલન્સનું આયોજન કરાયું છે. જેમાં સૌરાષ્ટ્રભરના વિધાર્થીઓ જેઓ જેમની પાસે અભ્યાસ માટે પૈસા નથી અથવા જરૂરિયાત મંદ છે. તેવા JEE પરીક્ષા પાસ કરી IIT અને દેશની ટોપ એન્જીનીયરીંગ કોલેજમાં પ્રવેશ મેળવે અને NEETની પરીક્ષા પાસ કરી દેશની ટોચની યુનિવર્સીટીઓમાં મેડીકલ માટે પ્રવેશ મેળવે એ માટે આર્થિક રીતે પછાત વિધાર્થીઓની નિઃશુલ્ક અભ્યાસ કરવામાં આવશે.
સુપર 40 પ્રોજેક્ટ અંતર્ગત કરાવાશે અભ્યાસ પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી માધ્યમમાં 40 વિધાર્થીઓની નિ:શુલ્ક બેચ બનાવવામાં આવશે. આ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. જેમાં ટોપ 40 વિધાર્થીઓને સિલેક્ટ કરવામાં આવશે. સૌરાષ્ટ્રના વિધાર્થીઓ કે જે આર્થિક રીતે ચિંતિત છે, પરંતુ ભણવામાં હોશિયાર છે એમના માટે પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ અને ગુજરાત સ્કૂલ ઓફ એક્સલન્સના સંયુક્ત ઉપક્રમે સુપર-40 પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં અત્યાર સુધી 23 બેચ અંતર્ગત 334 બાળકો લાભાર્થી રહ્યા છે. જેમાં એન્જીનીયરીંગમાં આશરે 91 વિધાર્થીઓએ તેમજ મેડિકલ ક્ષેત્રે આશરે 48 બાળકોએ પ્રવેશ મેળવી કેરિયર બનાવેલ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 1 બાળક કેનેડા સ્થિત ઇન્ફોસીસમાં કામ કરી રહ્યા છે. એક વિધાર્થીની IISC બેંગ્લોર ખાતે Ph.D કરી રહ્યા છે.
આ પણ વાંચો કોસ્મેટિકની આડમાં ગાંજાનો વેપાર, MS યુનિવર્સિટીની વિદ્યાર્થી ઝડપાયો
પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવું પડશે સૌરાષ્ટ્રના વિધાર્થીઓ JEE પરીક્ષા પાસ કરીને IIT અને દેશની ટોચની યુનિવર્સીટીઓમાં એન્જીનીયરીંગ માટે પ્રવેશ મેળવે અને સૌરાષ્ટ્રના વિધાર્થીઓ NEETની પરીક્ષા પાસ કરી દેશની ટોચની યુનિવર્સીટીઓમાં મેડીકલ ફેકલ્ટી અંતર્ગત પ્રવેશ મેળવે એ માટે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ સંપૂર્ણ નિ:શુલ્ક છે. આર્થિક રીતે પછાત પરંતુ ભણવામાં હોશિયાર વિધાર્થીઓને સુપર 40 અંતર્ગત પ્રવેશ આપવામાં આવશે. ધો.10, 11 અને 12ના ગુજરાતી માધ્યમના વિધાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. આ માટે પ્રવેશ પરીક્ષા લેવાશે. જે માટે ફોર્મ 13 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી સુધી સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી ભરી શકાશે. પ્રવેશ પરીક્ષા 12મી ફેબ્રુઆરીએ લેવાશે, રીઝલ્ટ 28મી ફેબ્રુઆરીએ જાહેર થશે.
આ પણ વાંચો સરકારી નોકરીની લાલચમાં લાખો ગુમાવ્યાં, બિન સચિવાલય પરીક્ષા ફ્રોડ
નિઃશુલ્ક JEE અને NEETની તૈયારી કરાવવામાં આવશે આ અંગે રાજ્યના પૂર્વ CM અને પુજીત રૂપાણી ટ્રસ્ટના ચેરમેન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આજના દિવસે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ છે સને આજના દિવસે 1995માં આ ટ્રસ્ટની સ્થાપના થઇ હતી. ત્યારે મને આનંદ છે કે આજના દિવસે સુપર 40નો નવો પ્રોજેક્ટ અમે લોન્ચ કરી રહ્યા છીએ. જ્યારે હવે JEE અને NEETની રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓ લેવાય છે. જેમાં અંદાજે 17 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય છે. જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં સારા માર્ક લઈને આવે તેમને IIT અને એઇમ્સ જેવી મેડિકલ સંસ્થાઓમાં એડમિશન મળતું હોય છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના બાળકો IIT અને એઇમ્સ જેવી સંસ્થાઓમાં જાય તે માટે આ સુરપ 40 પ્રોજેક્ટ મહત્વનો છે. જેમાં સ્પેશિયલ ફેકલ્ટી ભણાવવા આવશે. જ્યારે અહીંયા જ 8 કલાક સુધી તેમને દરરોજ તેમને નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવશે. જેમાં પ્રેક્ટિકલ, થિયરી તમામ બાબતો આવી જશે. (Shri Pujit Rupani Memorial Trust)