રાજકોટ: જિલ્લાના ગોંડલ શહેરમાં નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ જાડેજાએ જણાવ્યું હતું કે, શહેરની ટ્રાફિક સમસ્યા અતિ ખરાબ થઇ રહી છે. રાજમાર્ગો અને ફૂટપાથો પર દબાણકારો દ્વારા પોતાની માલીકીની હોય તેમ વ્યાપક પ્રમાણમાં દબાણો કરાયા છે. જેના કારણે ટ્રાફિક સમસ્યા ઉદ્ભવી રહી છે.
પોલીસ તંત્ર દ્વારા પ્રથમ એક વખત સૂચના આપવામાં આવશે અને બાદમાં સીધી જ દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત વાહનચાલકોએ પણ ટ્રાફિક નિયમનનું પૂરેપૂરું પાલન કરવાનું રહેશે.
આ સાથે શહેરમાં ઘણી જગ્યાએ બિલાડીના ટોપની માફક ફૂટી નીકળેલા ગાંઠિયાના શોખીન લોકો દ્વારા ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેને પણ સંપૂર્ણપણે ડામી દેવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું.