- મોટાભાગના લગ્ન પ્રસંગોમાં દાંડીયારાસ અને વરઘોડાના આયોજનો થઇ રહ્યા છે
- આંગળીના વેઢે ગણી શકાય તેટલી સાઉન્ડની પરમિશન લેવામાં આવી છે
- તંત્ર કડક કાર્યવાહી કરે અથવા મંજૂરીના તમામ ડિંડક બંધ કરે તેવી માગ ઉઠી છે
રાજકોટઃ કોરોના કાળમાં સરકારી તંત્ર દ્વારા મોટી મોટી બૂમ બરાડા પાડી લગ્ન માટે મંજૂરી મેળવવા સાવધાન કરાવવામાં આવી રહ્યા છે, ત્યારે લોકો હરખ ભેર સાવચેતીના ભાગરૂપે નગરપાલિકા અને તાલુકા પંચાયત કચેરીએ મંજૂરીની અરજીઓ કરી રહ્યા છે. જેની મંજૂરીઓ પણ આપી દેવામાં આવી રહી છે. ગોંડલ અને જેતપુર શહેર અને ગ્રામ્યમાં અઢળક મંજૂરી દેવાઈ ગયેલી હોવા છતાં પણ તંત્ર દ્વારા એક પણ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવતી નથી.
લગ્ન પ્રસંગોમાં મંજૂરીથી ડબલ મહેમાનો
લગ્ન પૂરા થઈ ગયા બાદ લોકો હસી મજાકમાં તંત્રની મંજૂરીને ડિંડક ગણાવી રહ્યા છે. મોટા ભાગના યોજાતા લગ્ન પ્રસંગોમાં મંજૂરીથી ડબલ મહેમાનો એકઠા થયા હોવાનું લોકો ખુદ સ્વીકારી રહ્યા છે, ત્યારે તંત્ર પોતાની ટાઢ ક્યારે ઉડાળશે તેવું ચર્ચાઈ રહ્યું છે.