- 3 મે 2021ના રોજ મૃતકના નામે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો હોવાનું સામે આવ્યું સર્ટિફિકેટ
- ઉપલેટા સુરજવાડી ખાતે ચાલતા વેક્સિન કેન્દ્ર પરથી કોરોના વેક્સિન અપાઈ હોવાનું આવ્યું સામે
- મૃતકનો પરિવાર થયો આશ્ચર્ય ચકિતરાજકોટમાં તંત્રની ઘોર બેદરકારી
રાજકોટ: કોરોના મહામારીના કહેરથી લોકો ત્રાહીમામ થઈ ઉઠ્યા છે, ત્યારે ઘણા લોકોએ પોતાના સ્વજનો ગુમાવવાનો પણ વારો આવ્યો છે. આવા કપરા સમયમાં કોરોના સામે કોરોનાની વેક્સિન જ રામબાણ ઉપાય હોય તેવું સામે આવી રહ્યું છે, ત્યારે ઉપલેટમાં સૌને આશ્ચર્ય પમાડે તેવી એક ઘટના સામે આવી છે. જેમાં ઉપલેટમાં મૃતક હરદાસ કરંગિયા નામના વ્યક્તિના નામે કોરોના વેક્સિન અપાઈ હોવાનું આવ્યું છે. વર્ષ 2018માં મૃત્યુ પામનારા હરદાસભાઈના નામે વર્ષ 2021માં કોરોના વેક્સિન અપાઈ હોવાનું આવ્યું સામે આવ્યું છે. આ વેક્સિન 3 મે 2021ના રોજ અપાઈ હોવાનું સર્ટિફિકેટ સામે આવ્યું છે.
આ પણ વાંચોઃ પૂર્વ મુખ્યપ્રધાન જીતનરામ માંઝીએ રસીના પ્રમાણપત્ર પર વડાપ્રધાન મોદીની તસ્વીર સામે વાંધો ઉઠાવ્યો
સુરજવાડી ખાતે ચાલતા વેક્સિન કેન્દ્ર પરથી કોરોના વેક્સિન અપાઈ
ઉપલેટા સુરજવાડી ખાતે ચાલતા વેક્સિન કેન્દ્ર પરથી કોરોના વેક્સિન અપાઈ હોવાનું સામે આવ્યું છે. આવી બાબત સામે આવતા મૃતક હરદાસભાઈનો પરિવાર પણ આશ્ચર્ય ચકિત થયો છે. આ અંગે પરિવારના સદસ્યો જણાવે છે કે, હરદાસભાઈનું અવસાન 3 વર્ષ અગાઉ થયું છે. આમ છતાં વેક્સિન અપાયાનું સર્ટિફિકેટ મળ્યું છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં કોવિડ મૃતકને પરિવારજનો જીવિત હોવાનું કહી સ્મશાનથી પરત હોસ્પિટલે લઈ ગયા
મૃતક વ્યક્તિના પરિવારજનો દ્વારા યોગ્ય તપાસની માગ કરવામાં આવી
ઉપલેટા સુરજવાડી ખાતે ચાલતા વેક્સિન કેન્દ્ર પરથી વર્ષ 2018માં મૃત્યુ પામનારા હરદાસભાઈના નામે કોરોના વેક્સિન અપાઈ હોવાનું આવ્યું છે, ત્યારે તેમના પરિવારજનો દ્વારા મીડિયાના માધ્યમથી તંત્રને મુત્યુ પામનારા વ્યક્તિના નામે વેક્સિન લેનારા અને તેમાં મદદ કરનારા સામે યોગ્ય પગલાં ભરવા માગ કરવામાં આવી છે.