રાજકોટઃ રાજકોટમાં એક મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી. જેમાં એક સ્કૂલ બસના ડ્રાઇવરને ચાલુ બસે હાર્ટ અટેક આવ્યો હતો. જે દરમિયાન તેણે બસના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જોકે બસમાં સવાર વિદ્યાર્થીનીની કારણે રસ્તા પર સામાન્ય અકસ્માત થયો હતો. પરંતુ કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નહોતી.
ડ્રાઇવરને ચાલુ બસે આવ્યો હાર્ટએટેક: રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલા સત્ય વિજય આઈસ્ક્રીમની દુકાન નજીકની આ ઘટના છે. જ્યાં રસ્તા પર ભરાડ સ્કૂલની બસના ડ્રાઇવરને ચાલુ બસે હાર્ટએટેક આવ્યો હતો. જેના કારણે તેને બસના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. આ ઘટના દરમિયાન રસ્તા ઉપર પસાર થયેલા અન્ય એકથી બે વાહનોને બસે અડફેટે લીધા હતા. ત્યારબાદ આ બસ વીજ પોલ સાથે અથડાઈ હતી અને ઊભી રહી ગઈ હતી.
આ પણ વાંચો: Sabarmati Second Most Polluted River: હાઈકોર્ટની ટકોર બાદ તંત્ર સામે સવાલ, નદીની બીજીબાજું દુર્દશા
વિદ્યાર્થીનીએ સ્ટિયરિંગ સાંભળ્યું: જ્યારે આ ઘટનાને જોનાર રાહદારી વિજય ભાઈએ આ અંગે જણાવ્યું હતું કે સ્કૂલ બસના ડ્રાઇવરને એટેક આવી ગયો હતો. જેના કારણે તે રોંગ સાઈડમાં આવી ગઈ હતી. જ્યારે બસમાં સવારે એક વિદ્યાર્થીનીએ સ્ટેરીંગ પકડીને સાંભળ્યું હતું. ત્યારબાદ આ બસ વીજ પોલ સાથે અથડાઈ હતી. ઉલ્લેખનીય છે કે બસમાં સવાર વિદ્યાર્થીની 17 વર્ષીય વિદ્યાર્થિની ભાર્ગવી વ્યાસ દ્વારા સ્ટિયરિંગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને બસ ઊભી રાખવામાં આવી હતી.
વિદ્યાર્થીનીની સમયસુચકતાએ બચાવ્યા જીવ: ભાર્ગવીએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી સ્કૂલમાં કાર્યક્રમ હતો તો અમારે ત્યાં જવાનું હતું. સ્કૂલ બસનો રૂટ હતો તે પ્રમાણે સવા એક વાગ્યે આવી જવાનું હતું. પરંતુ બસ મોડી આવતાં મેં પૂછ્યું કે હારૂનભાઈ કેમ મોડું થયું તો તેઓ બોલવામાં ખચકાતા હતા. કોઈ જવાબ ન આપતાં મેં તેનો હાથ પકડ્યો તો તેઓ ઢળી પડ્યા હતા. બાદમાં બસનું સ્ટિયરિંગ મારા હાથમાં જ લઈ લીધું હતું અને મારામાં તાકાત હતી તેટલું સ્ટિયરિંગ વાળવાની કોશિશ કરી હતી. રસ્તા પર બાળકોથી લઈ ઘણા લોકો પસાર થતા હતા. આ જોઈ મેં સ્ટિયરિંગ દીવાલ સાઇડ વાળી બસ વીજપોલ સાથે અથડાવી દીધી હતી.