ETV Bharat / state

Paper leak Rajkot : ભાજપ કોર્પોરેટર દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પર રૂ.11 કરોડનો બદનક્ષીનો દાવો કરાયો - ભાજપ કોર્પોરેટર નેહલ શુક્લા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર ફૂટવાની ઘટના મામલે એચ એન શુક્લા કોલેજનું નામ ખુલ્યું હતું. આ ઘટનામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એચ એન શુક્લા કોલેજના કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઇ છે. ત્યારે કોલેજના સંચાલક અને ભાજપ કોર્પોરેટર નેહલ શુક્લ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પર 11 કરોડ રુપિયાનો બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો છે.

Paper leak Rajkot : ભાજપ કોર્પોરેટર દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પર રૂ.11 કરોડનો બદનક્ષીનો દાવો કરાયો

author img

By

Published : Feb 8, 2023, 9:13 PM IST

કુલપતિ દ્વારા આ કવર પર પોતે જ ટેપ વર્ક કરી FSLમાં આપવામાં આવ્યું હતું

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થોડા સમય અગાઉ બે અલગ અલગ અભ્યાસક્રમોના પેપર ફૂટવાની ઘટના સામે આવી હતી. જે મામલે એચ એન શુક્લા કોલેજનું નામ FSL તપાસમાં સામે આવ્યું હતું. ત્યારે આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એચ એન શુક્લા કોલેજના કર્મચારી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. જેને લઈને HN કોલેજના સંચાલક અને ભાજપ કોર્પોરેટર નેહલ શુક્લ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પર રૂપિયા 11 કરોડનો બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો છે.

11 કરોડનો બદનક્ષીનો દાવો કેમ : આ અંગે ભાજપ કોર્પોરેટર અને એચ એન શુક્લા કોલેજના સંચાલક નહેલ શુક્લએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર ફૂટ્યા બાદ યુનિવર્સિટીના પરીક્ષા નિયામકની જૂની ચેમ્બર જ્યાં કોઈ સીસીટીવી કેમેરા નથી ત્યાં તમામ કોલેજોમાંથી પરત મંગાવવામાં આવેલ પેપરના કવરોને સ્ટોરેજ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કુલપતિ દ્વારા આ કવર પર પોતે જ ટેપ વર્ક કરી FSLમાં આપવામાં આવ્યું હતું. જેના કારણે તેમને જોઈએ તેવો જ FSL રિપોર્ટ આવે તેના માટે આ આખું ષડયંત્ર તેમને રચ્યું છે. જેના કારણે મેં મારા વકીલ દ્વારા કુલપતિ ભીમાણીને રૂ.6 કરોડ અને કાર્યકારી રજિસ્ટ્રાર વિરુદ્ધ રૂ. 5 કરોડનો બદનક્ષીનો દાવો કર્યો છે. ત્યારબાદ હવે હું આ મામલે કાયદેસરની ક્રિમિનલની પણ ફરિયાદ કરવા માટે મારા વકીલોની સલાહ લઈ રહ્યો છું.

આ પણ વાંચો Saurashtra University Paper Leak: H.N કોલેજના પ્રમુખ આકરા પાણીએ, બદનક્ષી બદલ 6 કરોડનો દાવો કરીશ

કુલપતિએ શું કહ્યું :આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડો.ગિરીશ ભીમાણીએ જણાવ્યું હતું કે કુલપતિ અને કુલસચિવને નોટિસ મળી છે. જે નોટીસનો વિગતવાર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. તેમજ નોટિસમાં જે 15 દિવસમાં કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું છે તો તે સમય ગાળામાં યુનિવર્સિટીમાં સંપૂર્ણ માર્ગદર્શન લઈને જે કંઈ આ મામલે વાત કરવાની હશે તે કરશે. જ્યારે પેપર ફૂટવા મામલે અને FSL રિપોર્ટના આધારે પ્રક્રિયા કરી છે જે બન્ને પક્ષે સ્વીકારવો રહ્યો, જ્યારે નોટિસ મળી છે. તેનો જવાબ આપીશું.

આ પણ વાંચો Saurashtra University Paper Leak: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર ફોડવાના મામલે કોલેજના કર્મચારી સામે નોંધાઇ FIR

બે પેપર લીક થયાં હતાં : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાના બે પેપર લીક થતાં હાહાકાર મચી ગયો હતો. યુનિવર્સિટીની પરીક્ષાના બે પેપર ફૂટવાને લઈને ગાંધીગ્રામ પોલીસ મથકમાં જીગર ભટ્ટ નામના શખ્સ સામે FIR નોંધાઈ હતી. એચ એન શુક્લા કોલેજના પ્રમુખના યુનિવર્સિટી પર ધગધગતા આરોપ કરવામાં આવ્યા હતાં. જેને લઇને નેહલ શુક્લ કહ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિરુદ્ધ બદનક્ષી બદલ 6 કરોડનો દાવો કરીશું. જોકે, આ મામલો એવા સમયે સામે આવ્યો હતો જ્યારે તારીખ 29.1.2023ના રોજ જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી ગયું હતું. ગુજરાતમાં પેપર ફૂટવાની ઘટનાઓ સતત બની રહી છે ત્યારે સામસામે આક્ષેપબાજી પણ સામે આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.