ETV Bharat / state

Saurashtra University Strife : સસ્પેન્શન નિર્ણયને પડકારશે પૂર્વ સિન્ડિકેટ સભ્ય કલાધર આર્ય, કુલપતિનો ખુલાસો - સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇન્ચાર્જ કુલપતિ ગિરીશ ભીમાણી અને પૂર્વ સિન્ડિકેટ સભ્ય ક્લાધર આર્યનો સામસામો વિવાદ વધુ વકર્યો છે. કલાધર આર્યને કુલપતિએ સસ્પેન્ડ કર્યાં છે તેને અપેક્ષિત પ્રતિક્રિયા ગણાવતાં કલાધર આર્યએ આ પ્રક્રિયાને કાયદાકીય રીતે પડકારવાનું જણાવ્યું છે.

Saurashtra University Strife : સસ્પેન્શન નિર્ણયને પડકારશે પૂર્વ સિન્ડિકેટ સભ્ય કલાધર આર્ય, કુલપતિનો ખુલાસો

author img

By

Published : Feb 24, 2023, 5:36 PM IST

ક્લાધર આર્યએ પણ આ તમામ વસ્તુઓ અગાઉથી જ અપેક્ષિત હોવાનું જણાવ્યું હતું

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવાદો ઘટવાનું નામ નથી લઈ રહ્યા, જ્યારે હવે ઇન્ચાર્જ કુલપતિ ડો. ગિરીશ ભીમાણી દ્વારા પૂર્વ સિન્ડિકેટ સભ્ય એવા ડો. ક્લાધર આર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ આર્યને યુનિવર્સિટીના કેમ્પસમાં આવવા પર પ્રતિબંધ મુકવામાં છે. જ્યારે આ મામલે ક્લાધર આર્યએ પણ આ તમામ વસ્તુઓ અગાઉથી જ અપેક્ષિત હોવાનું જણાવ્યું હતું.

શુ કહ્યું પૂર્વ સિન્ડિકેટ સભ્ય ક્લાધર આર્યએ : આ મામલે પૂર્વ સિન્ડિકેટ સભ્ય એવા ક્લાધર આર્યએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ અપેક્ષિત હતું અને આમાં કઈ નવું નથી. જે પ્રકારનું પ્રક્રિયા છેલ્લા એક વર્ષથી ચાલી રહી છે. એની સામે એક જાગૃત સિન્ડિકેટ સભ્ય તરીકે, એક જાગૃતિ એકેડેમિક કાઉન્સિલના સભ્ય તરીકે મેં જે અવાજ ઉઠાવ્યો તે અવાજને રૂંધવા માટેનો આ પ્રયાસ છે. અગાઉ મેં જે પણ કહ્યું છે. એમના આ પગલાંથી તે પુરવાર થઇ રહ્યું છે. હવે આ મામલે મારુ સ્ટેન્ડ આ પ્રક્રિયાને કાયદાકીય રીતે પડકારવાનું રહેશે.

આ પણ વાંચો Saurashtra University: સૌરાષ્ટ્ર યુનિ. ફરી વિવાદમાં, પૂર્વ સિન્ડિકેટ સભ્યએ આપી ફોજદારી કેસ કરવાની ધમકી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નીતિ નિયમ આધીન કરી કાર્યવાહી : કુલપતિ આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડો. ગિરીશ ભીમાણીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ સરકારી અને સરકારના અનુદાનથી ચાલતી સંસ્થા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોતાના નીતિ અને નિયમોને આધીન ચાલતી સંસ્થા છે. જ્યારે નીતિ નિયમોમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે કોઈ પણ કર્મચારી હોય જે શૈક્ષણિક અને બિનશૈક્ષણિક હોય જે યુનિવર્સિટીને નુકશાન પહોંચતું કાર્ય કરે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની હોય જે નીતિ નીયમોને આધીન કરી છે.

કુલપતિ વિરુદ્ધ ફોજદારી કેસની કાર્યવાહી : ઉલ્લેખનીય છે કે પૂર્વ સિન્ડિકેટ સભ્ય એવા ડો. કલાધર આર્ય દ્વારા આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ અને રજીસ્ટ્રાર વિરુદ્ધ ફોજદારી કેસ કરવા માટેની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. જ્યારે આ અગાઉ તેમણે કુલપતિ અને રજીસ્ટ્રાર વિરુદ્ધ રૂ.1 -1 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો પણ કર્યો છે. ત્યારે હાલ આ સમગ્ર મામલે યુનિવર્સિટીનું રાજકારણ ગરમાયુ છે.

આ પણ વાંચો Saurashtra University : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કેન્ટીનમાંથી કીડી વાળો પફ મળ્યો, વિડીયો થયો વાયરલ

કેવા આક્ષેપ કર્યાં હતાં : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય કલાધર આર્યએ યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પર ગંભીર આક્ષેપ કર્યા હતાં. સાથે જ તેમણે ફોજદારી કેસ કરવાની પણ ધમકી આપી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તાજેતરમાં જ ક્લાધર આર્યની નિમણૂકને ગેરકાયદેસર ઠેરવી હતી. ત્યારબાદ આ મામલે વિવાદ વકર્યો હતો. તેને લઈને ક્લાધર આર્યએ યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ ડો. ગિરીશ ભીમાણી પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગિરીશ ભીમાણીએ ષડયંત્ર કરી અરજી ઉભી કરી અને ત્યારબાદ આ અરજીના આધારે મારી નિમણૂક ગેરલાયક ઠેરવી છે. જ્યારે જે વ્યક્તિના નામની અરજી કરી છે તેવું કોઈ નામ નથી અને અરજીમાં એડ્રેસ પણ ખોટું છે. તેમણે યુનિવર્સિટી પર આક્ષેપ કર્યો હતો કે, પાનના ગલ્લાં કરતા પણ નાની જગ્યાઓમાં કોલેજોની મંજૂરી આપવામાં આવી છે. ગિરીશ ભીમાણી પોતાના કર્મચારીઓ સાથે પણ અપશબ્દોની ભાષામાં વાતો કરે છે.

અગાઉ સિન્ડિકેટ સભ્ય પદેથી હટાવ્યા હતા : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ દ્વારા થોડા દિવસો અગાઉ પૂર્વ સિન્ડીકેટ સભ્ય એવા ડો. કલાધર આર્યને બોર્ડના સભ્યપદ, એકેડમિક કાઉન્સિલના સભ્ય તેમજ સિન્ડિકેટ સભ્ય પદેથી હટાવવામાં આવ્યા હતા. જે ઘટનાને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું રાજકારણ ખૂબ જ ગરમાયું હતું. જ્યારે ગિરીશ ભીમાણીએ સોરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર અને સિન્ડિકેટ સભ્ય એવા કલાધર આર્યની નિમણૂકને ગેરકાયદે ઠેરવી હતી. કલાધર આર્ય યુનિવર્સિટીના હ્યુમન રીસોર્સ ડેવલોપમેન્ટ સેન્ટરના ડાયરેક્ટર અને પ્રોફેસર હતા. ત્યારે હવે ક્લાધર આર્ય દ્વારા આ સમગ્ર મામલે ફોજદારી કેસ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.