સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને પગલે રાજકોટના સરધાર ગામે આવેલ રાજાશાહી વખતનું તળાવ વરસાદી પાણીથી છલોછલ ભરાઈ ગયું હતુ. જેને લઈને તળાવની આસપાસના વિસ્તારમાં આવેલ 100 કરતા વધારે ખેડૂતોની જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.
સરધાર ગામે આવેલ રાજાશાહી વખતનું તળાવ વરસાદી પાણીથી છલોછલ ભરાઈ જવાથી જમીન પાણીમાં ગરકાવ થવાના પગલે ખેડૂતો સારો વરસાદ હોવા છતાં ખેડૂતમાં કોઈ પણ પાક લઈ તેવી શકયતા નથી. જેને લઈને ભારે નુકસાની વેઠવાનો હાલ ખેડૂતોને વારો આવ્યો હતો. રાજકોટ ગ્રામીણના ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયા સાથે 100 કરતા વધારે ખેડૂતો જિલ્લા પંચાયત ખાતે દોડી આવ્યા હતા અને જિલ્લા વિકાસ અધિકારીને સમગ્ર મામલે રજુઆત કરી હતી. તેમજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ મામલે ખેડૂતોને અશ્વાસ આપી તેમની માગ ધ્યાને લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.