- સંત સંમેલનમાં વિવિધ સંસ્થાના સંતો-મહંતો રહ્યા હતા ઉપસ્થિત
- કોરોના ગાઈડલાઈન મુજબ કાર્યક્રમ યોજાયો હતો
- ગુજરાતના પ્રદેશ પ્રમુખ ડી. જી. વણજારા રહ્યા હતા ઉપસ્થિત
રાજકોટઃ ગોંડલ એશીયાટીક એન્જિનિયરિંગ કોલેજ ખાતે સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોનાની ગાઈડ લાઈન મુજબ સંતો મહંતો અને મહાનુભાવો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા જોવા મળ્યા હતા.
કચ્છ અને સોરાષ્ટ્રની દેહાણની જગ્યાઓના પુજનીય, સંતો, મહંતોએ તેમજ મહામંડલેશ્વર સંતોની એક ધર્મસભાનુ આયોજન કરવામાં આવ્યું હતું. આધુનિક ભારતની રાજ્ય વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થામાં સંતોનું સ્થાન, ભુમિકા અને ભાવીસંકેત પર રાષ્ટ્રવંદના મંચના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ડી. જી. વણજારા (પુર્વ-IPS) તેમજ સૌરાષ્ટ્ર વિભાગના રાષ્ટ્ર વંદના મંચના પ્રમુખ ગોપાલ ભુવાની પ્રેરણાથી સૌરાષ્ટ્ર કચ્છના પુજનીય સંતો મહંતો સાથે એક પરીસંવાદનુ આયોજન કરવામાં આવ્યુ હતું.
ધર્મ સભાના કાર્યક્રમમાં અનેક સંતો મહંતો રહ્યા હતા ઉપસ્થિત
ધર્મા સભાના પ્રારંભમાં દીપ પ્રાગટ્ય શેરનાથબાપુ ગોરખનાથ આશ્રમ- જુનાગઢ, કરસનદાસબાપુ- પરબ, નરેન્દ્ર બાપુ -આપાગીગાનો ઓટલો ચોટીલા, પુ. કેશવાનંદજી મહારાજ-દ્વારકા, પુ. મહંત ભરતબાપુ-મોવિયાધામ વડવાળીની જગ્યા, પુ. મંચ્છારામબાપુ-તળાજા, પુ. લખમણદાસ બાપુ- સેલખંભાળીયા, પુ. દીલીપદાદા મોરજર કચ્છ, પુ. કોઠારી દિવ્યપુરુષ સ્વામી- BAPS ગોંડલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે ઊપસ્થિત રહેલા તમામ સંતો મહંતોને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
સંત મિલનમાં સંતો મહંતો અને મહાનુભાવોએ પ્રવચનો આપ્યા
દીપ પ્રાગટ્ય બાદ વિસ્તૃત ચર્ચા વિચારણાના અંતે ગુજરાત ક્ષેત્રે એક ચોક્કસ માળખાને આકાર આપવાની દીશા તરફ આગળ વધારવા માટે સંત મીલન સમારંભમાં ઉપસ્થિત રહી વૈદિક સંસ્કૃતિના ઉત્થાન માટેના પોતાના પ્રવચનો આપ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અલ્પેશબાપુ મોવિયાધામ વડવાળી જગ્યા તેમજ દીવ્યેશ વીરડીયા અને એશિયાટિક કોલેજના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.