જ્યા દરરોજ હજારો મુસાફરોના યાત્રાળુના રૂપમાં પૂજ્ય જલારામબાપાના દર્શને આવે છે. ત્યાં રાજકોટના વીરપુર ગામે બસ સ્ટેન્ડથી મંદિરે જવાનો રોડ ચોમાસાના પેલા ઝરમર વરસાદમાં જ ખાદાખબળાવાળો અને પાણીથી તરબતર થઈ ગયો છે. એક વર્ષ પૂર્વે જ બસ સ્ટેન્ડથી મંદિર સુધીનો બનેલ આ રોડ ગતરોજથી પડતા ઝરમર વરસાદમાં ઠેર ઠેરથી તૂટીને ખાડા ખબળાવાળો બની ગયો છે.
જેને કારણે આ રોડ પરથી મોટર સાયકલ લઈને નીકળતા કેટલાય વાહન ચાલકો સ્લીપ થઈને પડયા છે અને પડ્યા બાદ સારવાર માટે વીરપુર સરકારી હોસ્પિટલે જાય તો ત્યાં હોસ્પિટલમાં પ્રવેશતા સાથે હોસ્પિટસલનું પટાંગણ પાણી પાણીથી ભરાય ગયું છે એટલે કે ત્યાં પણ સ્લીપ થઈને પડવાની શક્યતા રહેલ છે. જેથી વિરપુરના સ્થાનિક રહેવાસીઓ બસ સ્ટેન્ડથી મંદિરે જવાનો રોડ નવો બનાવવા અને સરકારી હોસ્પિટસલના પટાંગણમાં વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલિક વ્યવસ્થા કરવા માંગ કરી છે.