ETV Bharat / state

RJT Rural Western Railway: રેલવેના અધિકારીઓનું ઇન્સ્પેક્શન યોજાયું, સ્થાનિકોએ રેલવેને લઈને કરી માંગણીઓ અને રજૂઆતો - Rajkot Rural Western Railway

રાજકોટના જેતલસર જંકશન ખાતે વેસ્ટર્ન રેલવેના (Rajkot Rural Western Railway) જનરલ મેનેજર આ વિસ્તારના રેલવે ઇન્સ્પેક્શન માટે આવી પહોંચ્યા (Railway Inspection in Rajkot rural railway) હતા. જ્યાં સ્થાનિક અને આ વિસ્તારના લોકોએ તેમના વિસ્તારની માંગણીઓ રજૂઆતો અને ફરિયાદો કરી હતી. જાણીએ તેની સમગ્ર વિગતો.

RJT Rural Western Railway: રેલવેના અધિકારીઓનું ઇન્સ્પેક્શન યોજાયું, સ્થાનિકોએ રેલવેને લઈને કરી માંગણીઓ અને રજૂઆતો

author img

By

Published : Jan 22, 2023, 2:04 PM IST

RJT Rural Western Railway: રેલવેના અધિકારીઓનું ઇન્સ્પેક્શન યોજાયું, સ્થાનિકોએ રેલવેને લઈને કરી માંગણીઓ અને રજૂઆતો

રાજકોટ: જેતલસર જંકશન ખાતે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્ર આ વિસ્તારની અંદર રેલવે ઇન્સ્પેક્શન માટે અને આ વિસ્તારના લોકો સાથે બેઠક યોજવા માટે આવ્યા હતા ત્યારે તેમના દ્વારા આ વિસ્તારના લોકોની રજૂઆતો અને ફરિયાદો તેમજ માંગણીઓને લઈને એક બેઠક પણ યોજવામાં આવી હતી, ત્યારે આ બેઠકની અંદર આ પંથકના લોકો આગેવાનો અને રાજકીય નેતાઓની પોતાના વિસ્તારની રજૂઆતો અને તેમની માંગણીઓને સાંભળી અને હકારાત્મક જવાબો આપ્યા હતા.

આ પણ વાંચો: Surat News: ગેરન્ટી કાર્ડ અને મફતનું ગુજરાતના લોકો ક્યારેય સ્વીકારતા નથી: સી.આર.પાટીલ

એક પણ લોકલ ટ્રેનની સુવિધા નથી: જેતલસર જંકશન અને વાંસજાળિયા જંકશન રૂટ વચ્ચેની રજૂઆત કરવા માટે ધોરાજી અને ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્ર પાટડીયાએ ખાસ હાજરી આપી હતી અને ધોરાજીના અને ઉપલેટા વિસ્તારના લોકો આગેવાનો જોડાયા હતા. જેમાં ખાસ કરીને ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ વિસ્તારને છેલ્લા 12 વર્ષથી થઈ રહેલા અન્યાયને લઈને વિશેષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આ વિસ્તારની અંદર છેલ્લા કોરોના કાળ બાદ એક પણ લોકલ ટ્રેનની સુવિધા નથી ઉપરાંત જે લોકલ ટ્રેન હતી તીર્થ દર્શન માટે તેને પણ એકપ્રેસ કરી દેવાઈ હોવાનું સામે આવ્યું છે, ત્યારે આ સાથે અહીંયાથી લાંબા અંતરની એકમાત્ર ટ્રેન ચાલે છે જે અઠવાડિયામાં એક જ વખત ચાલે છે.

જીવનો જોખમ પણ ખેડવો પડે છે: અહિયાં અઠવાડિયામાં એક જ વખત ચાલતી આ ટ્રેનમાં પણ ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે અપુરતી પ્લેટફોર્મની સુવિધાને લઈને લોકોને ખાસ કરીને પેસેન્જરને મુસાફરી શરૂ અને પૂર્ણ કરતાં દરમિયાન પ્લેટફોર્મની અસુવિધા અને લઈને જીવનો જોખમ પણ ખેડવો પડે છે, તેવું પણ વિશેષમાં જણાવ્યું છે ત્યારે આ સાથે રેલવે વિભાગના જેતલસર જંકશન અને વાંસજાળિયા જંકશન રેલવે રુટ પર છેલ્લા 12 વર્ષથી આ વિસ્તારના લોકોનએ અને આગેવાનોએ રજૂઆત કરી છે તેમ છતાં કોઈ નિવેડો નથી આવ્યો.

આ પણ વાંચો: Dr Bhagwat Karad At Patan: રાજ્યકક્ષાના નાણાંપ્રધાન કરાડે લાભાર્થીઓ સાથે કર્યો સંવાદ

વેસ્ટન રેલવેના જનરલ મેનેજરને કરાઈ રજુઆત: રજૂઆત આ મંગણીઓને લઈને ભૂતકાળની અંદર રેલ રેકો આંદોલન પણ કરવામાં આવ્યા હતા, ત્યારે છેલ્લા બાર-બાર વર્ષથી અબજો રૂપિયાના ખર્ચે મીટરગેજ રૂટ માંથી બ્રોડગેજ રૂપાંતરિત કર્યા બાદ પણ અન્યાય અને અસંતોષ સામે આવતા આ વિસ્તારના લોકો આગેવાનો રેલવેની સુવિધાઓ ફરિયાદો અને રજૂઆતોને લઈને વેસ્ટન રેલવેના જનરલ મેનેજરને રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા.

લોકોની સાથે બેઠકો યોજી: જેતલસર જંકશન ખાતે વેસ્ટન રેલવેના જનરલ મેનેજર અશોકકુમાર મિત્રએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, વેસ્ટર્ન રેલ્વે વિભાગના આ વિસ્તારના ઇન્સ્પેક્શન દરમિયાન જેતલસર જંકશન ખાતે તેમને લોકોની સાથે બેઠકો યોજી અને તેઓની માંગણીઓ, રજૂઆતો અને સમસ્યાઓ સાંભળવા માટે વિશેષ સમય ફાળવેલો હતો અને આ બેઠક દરમિયાન તેમને આ વિસ્તારના લોકોએ અને રાજનેતાઓએ તેમના વિસ્તારની રેલવે લક્ષી માંગણીઓ રજૂઆતો અને ફરિયાદો વિશે માહિતીઓ મેળવીને ચર્ચાઓ કરી હતી.

સમસ્યાઓ દૂર કરવા માટેના વધુને વધુ પ્રયત્નો થશે: વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજર દ્વારા જેતલસર જંકશન ખાતે આવેલ તમામ લોકો, આગેવાનો સાહિતનાઓ સાથે પૂરતી વાતો કરી હતી અને તેમની રજૂઆતોને સંપૂર્ણપણે સાંભળી અને તે અંગેની માહિતીઓ મેળવી અને આવનારા દિવસોની અંદર તેમની સમસ્યાઓ દૂર કરવા માટેના વધુને વધુ પ્રયત્નો અને હલ લાવવામ માટેની પણ કામગીરી કરવામાં આવશે તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.