ETV Bharat / state

ગૃહિણીઓ માટે માઠા સમાચાર, 4 દિવસ બાદ ફરી ખાદ્યતેલના ભાવમાં વધારો

કોરોનાની બીજી લહેર બાદ ધંધા પાછા શરૂ થયા છે, ત્યારે દરેક વસ્તુના ભાવમાં વધારો થઈ રહ્યો છે. સમગ્ર દેશમાં પેટ્રોલ- ડિઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. અને હાલ ખાદ્યતેલના ભાવમાં (rise) 25 રુપિયાનો વધારો થતા સીંગતેલનો 15 કિલોનો ડબ્બો રૂપિયા 2300ની સપાટી વટાવી ચૂક્યો છે.

ગૃહિણીઓ માટે માઠા સમાચાર, 4 દિવસ બાદ ફરી ખાદ્યતેલના ભાવમાં 25 રુપિયાનો થયો વધારો

author img

By

Published : Jul 13, 2021, 12:33 PM IST

  • મોંઘવારીનો માર સહન કરતી જનતા પર વધુ એક બોજો
  • સીંગતેલ અને કપાસિયા તેલમાં રૂપિયા 25નો થયો વધારો
  • ખાદ્યતેલના ભાવમાં વધારો થતા મધ્યમવર્ગને હાલાકી

રાજકોટ: મોંઘવારીનો માર સહન કરતી જનતા પર વધુ એક બોજો પડ્યો છે. જેમાં ખાદ્યતેલના ભાવમાં હવે રૂપિયા 25 જેટલો વધારો થયો છે. કપાસિયા તેમજ સીંગતેલના ભાવમાં રૂપિયા 25નો વધારો થતાં પામતેલમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે તેલના ભાવ વધતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે હાલ દેશમાં દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે. તેવામાં હવે ખાદ્ય તેલના ભાવમાં પણ રૂપિયા 25નો વધારો થયો છે. જેને લઇને મધ્યમવર્ગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો: મોંઘવારીનો માર: ખાદ્ય તેલ જનતાનું નીકાળી રહી છે તેલ

4 દિવસની રાહત બાદ સિંગતેલના ભાવમાં વધારો

અગાઉ ખાદ્યતેલના ભાવમાં રૂપિયા 100થી લઈને રૂપિયા 150 સુધીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો, ત્યારે અચાનક હવે સીંગતેલના ભાવ રૂપિયા 25નો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. જેને લઇને તેના 15 કિલોના ડબ્બાના ભાવ રૂપિયા 2400ની સપાટીને પાર આવી પહોંચ્યા છે. જ્યારે ચાલું વર્ષે મગફળીનો પાક પણ પુષ્કળ પ્રમાણમાં થયો છે. છતાં પણ સતત સિંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જેને લઇને હવે મધ્યમવર્ગના પરિવારોને આ મોંઘવારીને જીવવું મુશ્કેલ પડ્યું છે.

ખાદ્યતેલના ભાવ વધતા જ અન્ય પામતેલના પણ વાધારો

સીંગતેલના ભાવ વધવાની સાથે કપાસિયાતેલમાં પણ ડબ્બે રૂપિયા 25નો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. હાલ બજારમાં કપાસિયા તેલની આવક ઓછી છે. જ્યારે ડિમાન્ડ મુજબ કાચોમાલ હાલ બજારમાં મળી રહ્યો નથી. જેને લઇને બજારોમાં કપાસીયા તેલ માટે કૃત્રિમ અછત જોવા મળી રહી છે, ત્યારે સતત 15 દિવસમાં બીજી વાર કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે. હાલ કપાસિયા તેલના 15 કિલોનો ડબ્બો રૂપિયા 2300ની સપાટી કુદાવી ચૂક્યો છે. આમ મુખ્ય ખાદ્યતેલના ભાવ વધતા જ અન્ય પામતેલના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Petrol Diesel and CNG Price Hike: આજે પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે CNGની કિંમતમાં પણ વધારો

જન્માષ્ટમીનો તહેવાર નજીક

આગામી દિવસોમાં જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના તહેવારની અનોખી રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે. એવામાં ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થતાં મધ્યમ અને સામાન્ય વર્ગના લોકોને આર્થિક પરિસ્થિતિ કથળી છે, ત્યારે આ તહેવારોની સાથે હવે ઘર કેમ ચલાવવું જેવી ચિંતા સાથે હાલ મધ્યમ અને સામાન્ય વર્ગને મુશ્કેલી પડી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.