જસદણઃ જંગવડ ગામમાં એક 80 વર્ષિય વૃદ્ધાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. તેઓ અમદાવાદના રેડ ઝોન વિસ્તાર મહિરામપુરાથી જંગવડ ત્રણ દિવસ પહેલા આવ્યા હતા.
આ વૃદ્ધાને જંગવડની આશાવર્ક અને ફિમેલ હેલ્થ વર્કર જસદણની સરકારી હોસ્પિટલમાં કોરોનાના સેમ્પલ માટે લઈને આવી હતી. જ્યાં તેમની તપાસ કરતા તેઓ કોરોના પોઝિટિવ છે. તેની જાણ થઈ હતી. જસદણ તાલુકામાં અત્યારસુધીમાં કોરોનાના કુલ 5 કેસો સામે આવ્યા છે. જેમા બે મહિલા, એક પુરુષ, એક વૃદ્ધા તેમજ એક બાળક સામેલ છે.