આ કાર્યક્રમમાં ગોંડલ તાલુકાની વાસાવડ, શ્રીનાથગઢ, દેરડી(કુંભાજી), ગોમટા સહિતના અનેક ગામોની સહકારી મંડળીની યોજાયેલ ચૂંટણીમાં નવા ચૂંટાઈને આવેલા પ્રમુખ સભ્યો સહિતના લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગોંડલ બજાર સમિતિમાં છેલ્લા 35 વર્ષથી સેવા આપતા તેમજ રાજકોટ જિલ્લા સહકારી બેંક, રાજકોટ જિલ્લા સહકારી સંઘ સહિત સહકારી સંસ્થાઓમાં સેવા આપનાર તેમજ તાજેતરમાં જ દિલ્હી ખાતે કૃભકો દ્વારા સહકારી વિભૂષણ એવોર્ડથી સન્માનિત મગનભાઈ ઘોણીયાનું પણ માર્કેટ યાર્ડના હોદ્દેદારો દ્વારા સન્માન કરાયું હતું
ગોંડલ માર્કેટ યાર્ડમાં જયંતિભાઈ ઢોલના સત્તા પરિવર્તન બાદ વર્તમાન શાસકોનું એક વર્ષ પૂર્ણ થતાં યોજાયેલ આ કાર્યક્રમમાં વર્તમાન પ્રમુખ સહિતના સાશકોએ કરેલા કરોડો રૂપિયાની વિકાસના કાર્યોની માહિતી આપવામાં આવી હતી. સાથે જ અગામી દિવસોમાં રૂપિયા 35 લાખના ખર્ચે નિર્માણ પામી રહેલા ટ્રાયર પ્લેટફોર્મનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્ર સરકારના CAA 2019ની માહિતી પણ યાર્ડના ડિરેક્ટર તેમજ પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા લોકોને આપવામાં આવી હતી. જેમાં સાંસદ રમેશભાઈ ધડુકે CAAના કાયદાની માહિતી આપતા લોકોને હસાવ્યા હતા.