ETV Bharat / state

Rajkot Crime News : રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ, સગીરાના મૃત બાળકની કબર ખોલી સેમ્પલ લેવાયા

રાજકોટના ઉપલેટામાં સગીરા સાથે થયેલ દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. જેમાં સગા બનેવીએ સગીરા પર અગાઉ દુષ્કર્મ ગુજાર્યું હતું અને બાદમાં તેમના મંગેતરે પણ દુષ્કર્મ ગુજારી સગીરાને ગર્ભવતી બનાવી હતી. કોર્ટે મંગેતર સામે પણ પોલીસ ફરિયાદ નોંધવા અને તપાસ કરવા માટેનો હુકમ કરતા ઉપલેટા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

ઉપલેટા પોલીસે મંગેતર સામે ફરિયાદ નોંધ્યા બાદ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

author img

By

Published : Jan 26, 2023, 8:14 PM IST

રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ

રાજકોટ: રાજકોટના ઉપલેટામાં સગીરા સાથે થયેલ દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. જેમાં સગીરા પર સગા બનેવી અને મંગેતર દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. ઉપલેટા પોલીસે મંગેતર સામે ફરિયાદ નોંધ્યા બાદ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

સગીરાના મૃત બાળકની કબર ખોલી સેમ્પલ લેવાયા

સગા બનેવીએ દુષ્કર્મ આચર્યું: ઉપલેટામાં સગીરા પર તેમના જ સગા બનેવીએ વાંરવાર દુષ્કર્મ આચર્યું હતું. જેમાં સગીરાને ગર્ભ રહી જતાં ત્રણ વખત ગર્ભવતી બની હતી અને આ ત્રણેય વખત તેમના બનેવીએ ગર્ભપાત કરાવ્યો હતો. જેમાં આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે તાજેતરમાં જ આ કેસ કોર્ટમાં ચાલતા સગીરાના રાજકોટ રહેતા મંગેતરે પણ હવસનો શિકાર બનાવ્યાનું ખુલ્યું છે જેથી કોર્ટે તેમના મંગેતર સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરવાનું સૂચન કરતાં પોલીસે મંગેતર સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે.

સગીરાના મંગેતરે દુષ્કર્મ આચર્યું: આ દુષ્કર્મની ઘટનામાં સગીરાના મંગેતરે પણ સગીરા ઉપર દુષ્કર્મ ગુજારી અને આ સગીરાને ગર્ભવતી બનાવી હતી. ગર્ભ રાખ્યા બાદ આ સગીરાએ રાજકોટ ખાતે એક મૃત બાળકને જન્મ આપ્યો હતો ત્યારે મૃત બાળકને ઉપલેટા કબ્રસ્તાનમાં દફનાવી દેવા મામલે મંગેતર સામે પણ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે.

આ પણ વાંચો: Surat news: સુરતમાં એક સાથે બે વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત

મૃત બાળકની DNA તપાસ: જેમાં આ મામલે ઉપલેટા મામલતદાર, ઉપલેટા પોલીસ અને ફોરેન્સિકની ટીમ સાથે મેડિકલ વિભાગની ટીમ ઉપલેટાના મુસ્લિમ કબ્રસ્તાન પહોંચી હતી અને મૃત બાળકની ફોરેન્સિક તપાસ માટે કબર ખોદવા માટેની કામગીરી કરી હતી અને DNA માટેની તપાસ સહિતની બાબતો માટે ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. મંગેતર સામે IPC કલમ 376, 363, 366 અને પોક્સોની કલમ 6 હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે અને હાલ તેમની રિમાન્ડ કોર્ટમાં માંગતા કોર્ટે તેમના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે.

સગા બનેવીએ  સગીરા પર અગાઉ દુષ્કર્મ ગુજાર્યું

આ પણ વાંચો: Bharuch News : છેતરપીંડી આચારનાર ગેંગના પાંચ સાગરીતો ઝડપાયા, જાણો સમગ્ર મામલો

કોર્ટને તમામ રિપોર્ટ રજૂ કરાશે: પોલીસે જણાવ્યું છે કે આ સમગ્ર મામલાની અંદર ઊંડાણપૂર્વક અને તટસ્થ તપાસ કરવામાં આવી રહ્યો છે અને આ કેસમાં તેમના મંગેતરના DNA અને મૃત બાળકના DNA તપાસ તપાસ સહિતની કામગીરીઓ શરૂ કરવામાં આવેલ છે અને આ કેસની અંદર તમામ તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ કરીને કોર્ટને તમામ રિપોર્ટ રજૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.