- ગોંડલ તાલુકાના એક ગામમાં સગીરા પર દુષ્કર્મ
- દુષ્કર્મ બાદ યુવતી ગર્ભવતી થઈ
- પોલીસે આરોપીની ધરપકડ કરી
રાજકોટઃ ગોંડલ તાલુકાના એક ગામમાં 16 વર્ષની સગીરા ઉપર ગામના જ એક વ્યક્તિએ જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું, સગીરા સાથે વારંવાર દુષ્કર્મ ગર્ભવતી બની હતી. ધાક ધમકી અને શારીરિક શોષણને લઈ સગીરા ગુમસુમ બની હતી.
આ પણ વાંચોઃ ખેડામાં બાળકી પર દુષ્કર્મ, પોલિસે આરોપીને ઝડપી પાડ્યો
આરોપી વિરુદ્ધ IPC કલમ 376 અને પ્રોકસોનો ગુનો નોંધાયો
સગીરાને પેટમાં દુખાવો થતા હોસ્પિટલે લઈ જવામાં આવી હતી, જ્યા તબીબે સગીરા ગર્ભવતી હોવાનું જણાવતા તેના વાલીઓ ઉપર આભ ફાટી પડ્યું હતું. પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ IPC કલમ 376 અને પ્રોકસોનો ગુનો નોંધી ગણતરીની કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.