રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રામનોમ નિમિત્તે 12 વર્ષ કે તેથી નાની ઉંમરના બાળકો અને સિનિયર સિટીઝનોને રામવન ધ અર્બન ફોરેસ્ટમાં મફત એન્ટ્રી માટે નિર્ણય કરાયો છે. પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. 13 કરોડ કરતા વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. રામના જીવન ચરિત્ર અને આદર્શોની પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી છે. 22 જેટલી શ્રીરામના જીવન ચરિત્રને સાંકળતી વિવિધ પ્રતિકૃતિઓ જોવા મળશે.
નિઃશુકલ એન્ટ્રી: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રામનવમીના દિવસે ખાસ 12 વર્ષથી નાની ઉંમરના અને સિનિયર સિટીઝનો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે આજે રામનવમી છે. ત્યારે રામવન ધ અર્બન ફોરેસ્ટમાં 12 વર્ષ કે તેથી નાની ઉંમરના બાળકો અને સિનિયર સિટીઝનોને નિઃશુકલ પ્રવેશ આપવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના આજીડેમ વિસ્તાર ખાતે વિશાળ રામવન તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે રામવન તૈયાર કર્યા બાદ પ્રથમ વખત રામનવમી છે. જેને લઇને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે રાજકોટવાસીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે.
આ પણ વાંચો Rajkot Crime News : રાજકોટ પુરવઠા વિભાગે આવડા મોટા ગેસ રીફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો
47 એકરમાં રામવન: રાજકોટના આજીડેમ ખાતે 47 એકરમાં વિશાળ અર્બન ફોરેસ્ટમાં રામવન ઊભું કરવામાં આવ્યું છે. જે અંદાજીત 13 કરોડ કરતા વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ રામવનમાં ખાસ કરીને ભગવાન શ્રી રામના જીવન ચરિત્ર અને આદર્શોની પ્રતિકૃતિઓ પણ મૂકવામાં આવી છે. આ સાથે જ વિશાળ રામ- લક્ષમણ અને હનુમાનજી સહિતની મૂર્તિઓ મૂકવામાં આવી છે. જે હાલ આકર્ષણનું કેન્દ્ર બની છે. ત્યારે ભારતનું એકમાત્ર અર્બન ફોરેસ્ટ આ રામવન રાજકોટમાં નિર્માણ પામ્યું છે. જેને જે તે સમયના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ત્યારે અત્યાર સુધીમાં લાખો લોકોએ આ રામની મુલાકાત લીધી છે. આજ માટે રાજકોટ કોર્પોરેશન દ્વારા 12 વર્ષ કે તેથી નીચેના ઉંમરના બાળકો અને સિનિયર સિટીઝનો માટે ખાસ નિશુલ્ક પ્રવેશની જાહેરાત કરવામાં આવી છે.
જાળવી રાખવાનો મુખ્ય હેતુ : આજીડેમ નજીક નિર્માણ પામેલા આ રામવનમાં મુખ્યત્વે ગેટ ઉપર ધનુષ મૂકવામાં આવ્યું છે. આ સાથે 22 જેટલી શ્રીરામના જીવન ચરિત્રને સાંકળતી વિવિધ પ્રતિકૃતિઓ પણ મૂકવામાં આવી છે. જ્યારે આ રામવનમાં મોટા પ્રમાણમાં વૃક્ષોનું પણ રોપણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં શહેરોમાં પ્રદૂષણ સિમેન્ટ કોન્ક્રેટ જંગલો વધી રહ્યા છે. એવામાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખાસ અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. જેને રામાયણની થીમ ઉપર બનાવવામાં આવ્યું છે એટલે કે જે પણ સહેલાઈઓ આ રામની મુલાકાત લે છે તેમને ભગવાન રામની જીવન ચરિત્ર અંગેનો પણ ખ્યાલ આવી શકે છે. ત્યારે આ રામવન ભારતમાં એકમાત્ર અર્બન ફોરેસ્ટમાં તૈયાર થયું છે