સેવાકીય ક્ષેત્રે હંમેશા અગ્રેસર રોટરી ક્લબ ગોંડલ અનેક વિવિધ મેડિકલ કેમ્પ તેમજ જરૂરિયાતમંદોને સહાય આપવામાં અગ્રેસર હોય છે. ત્યારે ભાઈ-બહેનના પ્રેમનું પર્વ એટલે રક્ષાબંધન રોટરી ક્લબ ગોંડલ દ્વારા બાલાશ્રમ ખાતે રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસથી ઊજવણી કરવામાં આવી હતી. જેમાં બાલાશ્રમમાં રહેતી 23 જેટલી દીકરીઓ સાથે રોટરી ક્લબ પરિવારે રાખડી બંધાવી હતી,
બાલાશ્રમની બહેનોને હેર પીન થી લઇ ચપ્પલ સુધીની ભેટ આપવામાં આવી હતી. આ પર્વની તૈયારી કેમ્પના પ્રોજેક્ટ ચેરમેન વિનોદ રાજા તથા તેમની ટીમ છેલ્લા એક માસ પહેલા જ શરૂ કરી દેવામાં આવી હતી. ક્લબના પ્રમુખ કેતનભાઈ રૈયાણી સહિતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં બાલાશ્રમ સ્થિત બહેનોને તેમને મનપસંદ શણગાર, મેકઅપ, ચપ્પલની જરૂરિયાત મુજબ ભેટ આપવામાં આવી હતી.દર વર્ષે કંઈક નવીન આપવાની નેમ સાથે આ વખતે રોટરી પરિવાર તરફથી અગાઉ પણ સોનાની બુટ્ટી સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી. સતત 9 વર્ષથી અવિરત કલબના સદસ્યો દ્વારા રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. બાલાશ્રમ ખાતે રક્ષાબંધન પર્વમાં સદસ્ય ઉપરાંત તેમના પરિવારજનો પણ ભાગ લે છે.