રાજકોટ : 14 ફેબ્રુઆરીએ વિશ્વમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ વેલેન્ટાઈન ડેની ગુજરાતમાં પણ ઉજવણી કરવામાં આવતી હોય છે. એવામાં પતિ પત્ની દ્વારા એકબીજાને ગિફ્ટ આપવામાં આવતી હોય છે. જ્યારે બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ પણ એકબીજાને ગિફ્ટ આપીને પોતાના પ્રેમનો એકરાર કરતા હોય છે. ત્યારે રાજકોટમાં પણ શહેરીજનો આ દિવસની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરે છે. એવામાં રાજકોટની દુકાનોમાં વેલેન્ટાઇન ડેને લઈને ખાસ ગિફ્ટ જોવા મળી રહી છે.
કપલ રિંગ બની આકર્ષણનું કેન્દ્ર : આ વર્ષના વેલેન્ટાઈન ડેમાં કપલ રિંગ આકર્ષણનું કેન્દ્ર બની છે. આ કપલ રિંગ બે અલગ અલગ રિંગ હોય છે. આ કપલ રીંગમાં બે અલગ અલગ ડિઝાઇન રાખવામાં આવી છે. જેમાં બોયફ્રેન્ડની રીંગની વચ્ચે દિલનો આકાર છે જે ખાલી હોય છે. જેમાં ગર્લફ્રેન્ડની રિંગ જેમાં પણ દિલ છે તે વચ્ચે ફિટ બેસી જાય તેમ બનાવવામાં આવી છે. હાલ આ રિંગ આકર્ષણનું કેન્દ્ર બની છે. તેમજ કપલ મોટા પ્રમાણમાં આ રિંગ લઈ રહ્યા છે. આ સાથે જ વિવિધ નાના મોટા I LOVE YOU લખેલા ટેડી બિયર જોવા મળી રહ્યા છે. તેની પણ ખરીદી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Valentine Week 2023: વેલેન્ટાઈન ડે ઉજવવા ગિફ્ટની બોલબાલા, ગિફ્ટ શોપમાં આવી
વેલેન્ટાઈન વિકની કરાઈ છે ઉજવણી : આ અંગે યાજ્ઞિક રોડ પર આવેલ જોહર ગિફ્ટ શોપના સંચાલક હસને જોહરે જણાવ્યું હતું કે, આ વર્ષે વેલેન્ટાઈન ડે હવે નજીક આવી રહ્યો છે. તે પહેલાં લોકો વેલેન્ટાઈન વિક મનાવતા હોય છે. જેમાં અલગ અલગ ડે જેમકે ચોકલેટ ડે, પ્રોમિસ ડે, કિસ ડે, રોઝ ડે આવતા હોય છે. ત્યારે દર વર્ષની જેમ આ વખતે પણ ગ્રાહકો એડવાન્સ આવીને અલગ અલગ ડેની ગિફ્ટ લઈ જાય છે. જે લોકોની સગાઈ થઈ હોય છે તે લોકો એડવાન્સ આવીને આ ગીફ્ટ લઈ જાય છે. જયારે ઘણા લોકોની 14 તારીખે એનિવર્સરી આવતી હોય છે તો તે લોકો પણ ગીફ્ટ લઈ જાય છે.
આ પણ વાંચો : Valentine week 2023: ફરિયાદો દૂર કરીને તમારા હગ ડેને આ રીતે ખાસ બનાવો...
કપલ માટે અનેક અવનવા ગિફ્ટ જોવા મળ્યા : જ્યારે ગિફ્ટની વાત કરવામાં આવે તો ગિફ્ટ શોપમાં અલગ અલગ કપલના શો પીસ છે. જેમાં લાઇટિંગ વાળા મ્યુઝિક વાળા શો પીસ જોવા મળી રહ્યા છે. આ સાથે જ કપલ મગ જોવા મળી રહ્યા છે. જેમાં એકમાં કિંગ અને એક મગમાં કવીન લખેલું છે. આ સાથે જ કાર્ડ પણ જોવા મળી રહ્યા છે. જેમાં LOVE માટેના અલગ અલગ રિઝન લખેલા જોવા મળી રહ્યા છે. આ કાર્ડ કોલેજમાં અભ્યાસ કરતા છોકરા છોકરીએ વધુ પ્રમાણમાં ખરીદતા હોય છે.