રાજકોટ : રાજ્યમાં વ્યાજખોરી ડામવા પોલીસ દ્વારા અનેક કાર્યવાહી કરવામાં આવી રહી છે. લોકમેળા સહિતના કાર્યક્રમ પણ કરવામાં આવી રહ્યા છે, પરંતુ વ્યાજખોરી ઓછું થવાનું નામ લેતી નથી. જ્યારે રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એક યુવકે આત્મહત્યા કરી લીધી છે. જ્યારે સમગ્ર મામલે સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. રાજકોટમાં આ પ્રકારે વ્યાજખોરનો આતંક સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
વ્યાજખોરના કારણે કર્યો આત્મહત્યા : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, શહેરના નાના મૌવા વિસ્તારમાં રહેતા રવિ ઝાપડા નામના યુવકે આત્મહત્યા કરી લીધી છે. જ્યારે આત્મહત્યા પહેલા રવીએ સ્યુસાઇડ નોટ પણ લખી છે. જ્યારે યુવાને સ્યુસાઇડ નોટમાં ચાર લોકોના નામ આપ્યા છે. જેના કારણે તેને પોતાના જીવનનો અંત આણ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે રાજકોટ તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ યુવાનના પરિવારજનોએ જ્યાં સુધી આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
આ પણ વાંચો : Vadodara Crime : વ્યાજખોરની ધમકીથી તંગ યુવકે આત્મહત્યા કરી, પરિવાર ગયો હતો લગ્નપ્રસંગમાં
સ્યુસાઇડ નોટમાં કોના નામ : કોલસાના વેપારી એવા રવિ ઝાપડાએ સ્યુસાઇડ નોટમાં ચાર લોકોના નામનો ઉલ્લેખ કર્યો છે. જેમાં હનુભા રાઠોડ, જય પટેલ, ભરત પટેલ, અજય પટેલના નામનો સમાવેશ થાય છે. હાલ રાજકોટ તાલુકા પોલીસે આ સ્યુસાઇડ નોટના આધારે વધુ તપાસ શરૂ કરી છે. આ મામલે તાલુકા પોલીસના PI મેહુલ ગોંડલીયાએ ETV સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગણતરીના કલાકોમાં જ આ મામલે એક શખ્સની અટકાયત કરવામાં આવી છે. તેમજ મૃતકનું આત્મહત્યાનું સાચું કારણ જાણવા માટે ફોરેન્સિક પોસ્મટોમ પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : Rajkot Crime: પિતાએ મોબાઈલ લઈને શાળાએ જવાની ના પાડતા પુત્રીએ કરી આત્મહત્યા
1 લાખના રૂ.13 લાખ વસુલ કરાયાનો આક્ષેપ : રવિ ઝાપડાએ પૈસાની જરૂર હોય તેથી વ્યાજખોરો પાસેથી 1 લાખ લીધા હતા. તેની સામે તેને કટકે કટકે 13 લાખ આપ્યા હતા. તેમજ વ્યાજખોરોએ તેનું મકાન અને તેની પાસે રહેલું સોનુ પડાવી લીધું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જે મામલે હવે રાજકોટ તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.