ETV Bharat / state

રાજકોટ ટ્રાફિક પોલીસની બેદરકારી, કારનો મેમો ગોંડલના એક્ટિવા ચાલકને પહોંચ્યો - મેમે બાબતે બેદરકારી

રાજકોટ ટ્રાફિક પોલીસે ફરી એક વખત મેમો મામલે બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું છે. ગોંડલના એક્ટિવા ચાલકને રાજકોટ સ્વીફ્ટ કારના માલિક દર્શાવી રૂપિયા 500નો મેમો આપતા ચર્ચાનો વિષય બન્યો છે.

રાજકોટ
રાજકોટ
author img

By

Published : Jul 11, 2020, 6:49 PM IST

રાજકોટઃ રાજકોટ ટ્રાફિક પોલીસે ફરી એક વખત મેમો મામલે બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું છે. ગોંડલના એક્ટિવા ચાલકને રાજકોટ સ્વીફ્ટ કારના માલિક દર્શાવી રૂપિયા 500નો મેમો આપતા ચર્ચાનો વિષય બન્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં રહેતા અને GJ03 KG 0395 નંબરનું એક્ટીવા ધરાવતા સંજયભાઈ રામજીભાઈ કલોલા પાસે સ્વીફ્ટ કાર નથી, તેમ છતાં પણ રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા તેઓને કારમાલિક દર્શાવી રૂપિયા 500 નો મેમો ફટકારવામાં આવ્યો છે. તેમજ મેમોની ડિટેલમાં એકટીવા મોટરસાયકલ લખ્યું છે અને ફોટોગ્રાફ્સ સ્વીફ્ટ કારનો મૂક્યો છે.

વાસ્તવમાં GJ03 KC 0395 સ્વીફ્ટ કાર ચાલકે ટ્રાફિક નિયમ તોડ્યો હોવાનો એક્ટિવા ચાલકનો આક્ષેપ છે. તેમજ મેમો તેને મળવો જોઈએ જેના બદલે ગોંડલના યુવાનને મેમો મળતા શહેરમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.