રાજકોટ: રાજકોટમાં ગ્રામ્ય વિસ્તારમાંથી અંધશ્રદ્ધાની ઘટના સામે આવી છે. જેમાં ધૂતારાએ મહિલાના ગર્ભમાં રહેલું બાળક વિકલાંગ છે એવું કહીને પૈસા ખંખેરી લીધા હતા. રાજકોટમાં ન્યારા ગામના ભુવા દ્વારા એક દંપતી પાસેથી દોઢ લાખ પડાવવામાં આવ્યા છે. જ્યારે ભોગ બનનાર મહિલાના ગર્ભમાં વિકલાંગ બાળક હતું. તેની જાણ દંપતીને કરાઈ હતી. તેમજ ડોકટર દ્વારા પણ આ બાળક વિકલાંગ છે. તેમ કહેવાયું હતું. જેના કારણે દંપતિ વૈજ્ઞાનિક અભિગમ છોડીને ભુવા પાસે દોડી ગયા હતા.
આ પણ વાંચોઃ Suicide Case: અમદાવાદમાં કિડનીની બીમારીથી કંટાળી યુવતીએ જીવન ટુંકાવ્યું
દોઢ લાખની છેત્તરપિંડીઃ ભૂવાએ મહિલાના ગૃહમાં રહેલું બાળક સારું કરી દેવાની વાત કરીને દંપતી પાસેથી રૂપિયા દોઢ લાખ લઈ લીધા હતા. આ ગર્ભમાં રહેલું બાળક વિકલાંગ જન્મવ્યું હતું. જેને લઈને દંપતીને પોતાની સાથે ભૂવાએ છેતરપિંડી કરી હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ કરી છે. આ દંપતીએ વિજ્ઞાન જાથા નામની સંસ્થાને સાથે રાખીને ન્યારા ગામના ભુવા એક મહેશ ઉર્ફ મહેન્દ્ર ખીમસુરિયા વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો છે.
શું કહે છે સંસ્થાના ચેરમેનઃ આ મામલે વિજ્ઞાન જાથાના ચેરમેન એવા જયંત પંડ્યાએ મીડિયા સાથેની વાત જણાવ્યું હતું કે, વિજ્ઞાન જાથાની કચેરીએ એક દંપતી વિકલાંગ બાળકને લઇને આવ્યા હતા. જ્યારે આ દંપતી રાજકોટના કાંગસિયાળી ગામનું હતું. બકુલ હસમુખ ચાવડા અને તેમની પત્ની ભારતીબેન દ્વારા તેમની આપવીતી જણાવી હતી. જેમાં ત્રણ ડોકટર દ્વારા તેમને સલાહ આપવામાં આવી હતી કે, ભારતીબેનના ગર્ભમાં રહેલ બાળક અલ્પ વિકસિત છે. તેને દૂર કરી નાખો. આ દંપતીએ ડોકટરની વાત માની નહીં.
ભુવા પાસે ઈલાજઃ દંપતિએ એવું માની લીધું હતું કે, આ સમસ્યાનો ઈલાજ ભુવા પાસે છે. તેથી તેઓ ભુવા પાસે દોડી ગયા હતા. ન્યારા ગામના રીક્ષા ચાલક ભુવા મહેશ ઉર્ફ મહેન્દ્ર ખીમસુરીયા પાસે ગયા હતા. જેની વાતમાં આવ્યા બાદ આ ભુવા દ્વારા દંપતી પાસેથી કટકે કટકે રૂપિયા દોઢ લાખ પડવામાં આવ્યા હતા. જે મામલે ગઇકાલે રાતે જ ફરિયાદ નોંધવામાં આવી છે. જયંત પંડ્યાએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, મહેશ ઉર્ફ મહેન્દ્ર ખીમસુરિયા નામના ભુવા દ્વારા આ દંપતીને ગર્ભમાં વિકલાંગ બાળક અંગે કહેવામાં આવ્યું હતું.
સુરક્ષા કવચની વાતઃ ભુવાએ કહ્યું હતું કે, હું ગર્ભની આસપાસ સુરક્ષા કવચ મૂકી દઈશ. જેના કારણે તમારું બાળક સારું આવશે. આ પ્રકારની વાત ભુવા દ્વારા કરવામાં આવતા દંપતી તેના વિશ્વાસમાં આવી ગયું હતું અને ત્યારબાદ આ બાળક વિકલાંગ જન્મ્યું હતું. જેના કારણે દંપતી પણ ચિંતામાં મુકાયું હતું. અંતે આ સમગ્ર મામલે પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા તેમના દ્વારા ભુવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે આ દંપતીને છેલ્લા 10 વર્ષથી સંતાન સુખ ન હોતું. જેને લઇન તેઓ આ ભુવાની વાતમાં આવી ગયા હતા.
મહિલાએ કરી આ વાતઃ આ મહિલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભુવા દ્વારા કહેવામાં આવતું હતું કે, તમારે જેમ ડોકટરને કેમ પૈસા આપવા પડે છે. તેની જગ્યાએ મને પૈસા આપો. તેમ વારંવાર કહેવામાં આવતું હતું. આ ઘટના દરમિયાન અમારું બાળક બીમાર થયું ત્યારે ભૂવાએ અમને કીધું કે, મને વધુ 50 હજાર રૂપિયા આપો મારે આ અંગે માતાજીનો માંડવો કરવો પડશે. વિધિ કરવી પડશે. જેના કારને આ બાળક સાજુ થઈ જાય. હજુ પણ આ વિકલાંગ બાળક અંગે ડોકટર એમને એમ કહે છે કે, આ બાળક હજુ તંદુરસ્ત નથી.
ગમે ત્યારે મૃત્યુંઃ મહિલા એ પોતાની વાત આગળ કરતા ઉમેર્યું હતું કે, બાળકનું ગમે ત્યારે મોત થઈ શકે છે. આ પ્રથા ભુવા દ્વારા અમને મને કહેવામાં આવી હતી. આ બાળકને કઇ નહીં થવા દઈએ, તેમજ ભુવા દ્વારા દંપતીને એવી પણ ધમકી આપવામાં આવી હતી કે, જો આ વાત કોઈને કહેશો તો હું તમને એવું કરી નાખીશને કે તે તારો ઘરવાળો મળી જશે. જેના કારણે મેં આ વાત કોઈને કહી જ નહીં.
શું કહે છે પોલીસઃ આ મામલે પીઆઇ રાઈટર એમ.એચ.યાદવ દ્વારા ETV BHARAT સાથેની ટેલીફોનીક વતચિમાં જણાવ્યું હતું કે, આ દંપતી દ્વારા ગઇકાલે મોડી રાતે ભુવા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે ફરિયાદ આ મામલે નોંધાઈ ગઇ છે. તેમજ આ આરોપી ભુવા વિરૂદ્ધ વિવિધ કલમ હેઠળ ગુન્હો દાખલ છે. હાલ ભૂવાને શોધવાની તજવીજ શરૂ છે.