રાજકોટ : દર વર્ષે ઉનાળો આવતાની સાથે જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં પાણીની સમસ્યાઓ ઉદભવે છે. ત્યારે હવે સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા રાજકોટમાં પણ ઉનાળાની શરૂઆતમાં જ પાણીની સમસ્યાનો વિવિધ વિસ્તારવાસીઓ સામનો કરી રહ્યા છે. એવામાં રાજકોટના વોર્ડ નંબર 11માં આવતી નાના મૌવા વિસ્તારની છ જેટલી સોસાયટીના સ્થાનિકો દ્વારા લઈને મનપા તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી આ મામલે કોઇ નિર્ણય તંત્ર દ્વારા નહિ કરવામાં આવતા. આજે સ્થાનિકોમાં મોટા પ્રમાણમાં એકઠા થઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
જ્યારે રાજકોટ શહેરમાં દૈનિક 365 MLD પાણીની જરૂરિયાત છે. જેમાં આજી ડેમમાંથી રોજ 130 MLD, ન્યારી ડેમમાંથી 70 MLD અને ભાદર ડેમમાંથી 40 MLD પાણી ઉપાડવામાં આવે છે. શહેરમાં નાના મૌવા વિસ્તારની પાણીની સમસ્યાનો પ્રશ્ન સામે આવતા અમે તાત્કાલિક વોર્ડ એન્જીનીયર સાથે વાત કરીને વિસ્તારમાં જે પણ ટેકનિકલ પ્રશ્ન હોય તેનું તાત્કાલિક નિવારણ લાવવાનું સૂચના આપી છે. તેમજ તાજેતરમાં જ શિયાળો પૂર્ણ થયો છે અને ઉનાળાની શરૂઆત છે જેને લઈને સ્વાભાવિક રીતે પાણીનો વપરાશ ઉનાળામાં વધે છે. જે વિસ્તારમાં પાણીની જરૂરિયાત હશે તેમ અમે પાણી આપશું.---પુષ્કર પટેલ (સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન )
છેલ્લા 5 વર્ષથી પાણીની સમસ્યા : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, રાજકોટના નાના મૌવા વિસ્તારમાં આજે છ જેટલા અલગ અલગ સોસાયટીના સ્થાનિકો એકઠા થયા હતા. જ્યારે તેમને હાથમાં વિવિધ પ્લેમ્પ્લેટ સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તેમની માંગણી છે કે, કોર્પોરેશન દ્વારા તેમને નિયમિત અને ફૂલ ફોર્સથી પાણી આપવામાં આવે, ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી પાણીની સમસ્યાનો સ્થાનિકો સામનો કરી રહ્યા છે. તેમજ આ મામલે વારંવાર કોર્પોરેશનમાં પણ રજુઆત કરી હતી. છતાં પણ હજુ સુધી પાણી મામલે તંત્ર દ્વારા કોઇ યોગ્ય કાર્યવાહી કહેવામાં આવી નથી. જેને લઈને આજે સ્થાનિકો એકઠા થઈને રસ્તા પર ઉતર્યા હતા.
આ પણ વાંચો : Water Issue in Kutchh: ઊંટ પર કેરબા નાખી વાડીમાં લોકો વીરડી બનાવીને મેળવે છે પાણી, 40 વર્ષથી સમસ્યા
છેલ્લા 3 વર્ષથી અમારા વિસ્તારમાં પ્રોબ્લેમ : આ અંગે સ્થાનિક મહિલા એવા સરોજ પટેલે જણાવ્યું હતું કે, અમારી સોસાયટીમાં છેલ્લા બે મહિનાથી હાલ પાણીનો પ્રોબ્લેમ છે. જ્યારે આ પ્રોબ્લેમ દર વર્ષે હોય છે, પરંતુ જ્યાં સુધી અમારા બોરમાં પાણી હોય ત્યાં સુધી અમે તંત્રને હેરાન કરતા નથી. જ્યારે હવે અમારા બોરમાં પાણી પૂર્ણ થઈ જાય છે, ત્યારે કોર્પોરેશનના પાણીની જરૂર પડે છે. જેને લઈને અમે છેલ્લા ત્રણ વર્ષથી કોર્પોરેશનને કહીએ છીએ કે અમને માત્ર ઉનાળા દરમિયાન ત્રણ ચાર મહિના વ્યવસ્થિત પાણી આપો. પરંતુ અધિકારીઓ માત્ર હા પાડે છે પણ નિરાકરણ લાવતા નથી.
આ પણ વાંચો : Kutch News : સૂકા મલકમાં અત્યારથી જ માનવ-પશુ પાણી માટે તરસ્યા
આજીડેમ તાજેતરમાં જ ભરવામાં આવ્યો : રાજકોટમાં એક તરફ શહેરમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે. જ્યારે બીજી તરફ સૌની યોજના મારફતે રાજકોટના આજી ડેમમાં નર્મદાના નીર ઠાલવવામાં આવ્યા છે, ત્યારે આજીડેમ હાલ સંપૂર્ણ ભરાઈ ગયો છે. એવામાં સ્થાનિકોને હજુ પણ પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈને તંત્રની કામગીરી પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.