- રાજકોટમાં શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળીનું ઉઠમણું
- મંડળીના લોકો 4200 રોકાણકારોના પૈસા લઈ થયા ફરાર
- તમામ લોકો સાથે કુલ રૂ. 60 કરોડની છેતરપિંડી થઈ
રાજકોટઃ શહેરમાં શ્રીમદ ભવન ખાતે શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળી આવેલી હતી, પરંતુ હવે આ મંડળીનું ઊઠમણું થઈ ગયું છે. એટલે તેના રોકાણકારોના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ મંડળીમાં 4200 જેટલા રોકાણકારો હતા. જ્યારે સહકારી મંડળીના લોકો રૂ. 60 કરોડની છેતરપિંડી કરીને ફરાર થઈ ગયા છે. કેટલાક રોકાણકારો મંડળીની ઓફિસે જતા ઓફિસ જ બંધ જોવા મળી હતી. એટલે લોકોની ચિંતામાં વધારો થયો.
17 લોકો સાથે 3.11 કરોડની છેતરપિંડી થતા પોલીસ ફરિયાદ નોંધાવી
રોકાણકારોએ શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળીના ચેરમેન, વાઈસ ચેરમેન અને મેનેજર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. 17 રોકાણકારો મંડળીના લોકો સામે ફરિયાદ નોંધાવવા ભક્તિનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યારે 17 લોકો સાથે રૂ. 3.11 કરોડની છેતરપિંડી થઈ છે.
પોલીસે આ લોકો સામે નોંધી ફરિયાદ
- સંજય દુધાત્રા- ચેરમેન, શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળી
- ગોપાલ રૈયાણી- વાઈસ ચેરમેન, શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળી
- વિપુલ વસોયા - મેનેજર, શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળી