ETV Bharat / state

દેશના 100 સ્માર્ટ સિટીની યાદીમાં રાજકોટ 15માં ક્રમાંકે - Rajkot becomes smart city

રાજકોટમાં સ્માર્ટ સીટી અંતર્ગતના તમામ પ્રોજેકટનું અમલીકરણ રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી. (RSCDL) દ્વારા કરવામાં આવે છે. જેમાં MoHUA દ્વારા દર શુક્રવારે કરવામાં આવતા રેન્કીંગમાં ગત 1 એપ્રિલે રાજકોટ સમગ્ર ભારતનાં 100 સ્માર્ટ સીટીની યાદીમાં 15માં ક્રમે આવ્યું છે અને 29 મે સુધીના રેન્કિંગમાં આ ક્રમ જળવાઈ રહ્યો છે.

દેશના 100 સ્માર્ટ સિટીની યાદીમાં રાજકોટ 15માં ક્રમાંકે

author img

By

Published : Jun 11, 2020, 5:47 PM IST

રાજકોટ : ભારત સરકાર દ્વારા સ્માર્ટ સિટીમાં રાજકોટ શહેરની પસંદગી કરવામાં આવી છે. સ્માર્ટ સીટી પ્રોજેક્ટને વિના વિલંબે ત્વરીત અમલમાં મુકી શકાય તે માટે Special Purpose Vehicle (SPV)ની રચના તાત્કાલિક કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જરૂરી પ્રક્રિયા કરી સરકાર દ્વારા વર્ષ 2017માં 21 ઓગસ્ટમાં રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લીમીટેડ (RSCDL) કંપની તરીકે રજીસ્ટર/ઇનકોર્પોરેશન જાહેર કરવામાં આવી હતી. જોકે વર્ષ 2017માં રાજકોટ 50માં રેન્ક પર હતું.

રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી. મારફત કુલ 930 એકરમાં માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ટી.પી. સ્કીમ–32 રૈયા તૈયાર કરી સરકાર મારફત મુસદ્દા રૂપ યોજનાની મંજુરી મળેેલી છે. આ કારણે રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી.ને 18 મીટરથી 60 મીટર સુધીનાં કુલ 21 કી.મીના રસ્તાઓનાં કબ્જા મળ્યા છે. તેમજ માસ્ટર પ્લાન ઇન્ડીયા ગ્રીન બીલ્ડીંગ કાઉન્સીલ (IGBC) મારફત ઓગષ્ટ 2019માં રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી. દ્વારા તૈયાર કરવામાં આવેલા માસ્ટર પ્લાન IGBC ગ્રીન સીટીઝ રેટીંગ સીસ્ટમની માર્ગદર્શિકા મુજબ ગ્રીન સીટી સર્ટીફિકેશન મુજબ માસ્ટર પ્લાન તૈયાર થયેલા હોવા અંગેનું સર્ટીફિકેટ મળ્યું છે.

હાલમાં, રાજકોટ સ્માર્ટ સીટી સમગ્ર ભારતનાં 100 સ્માર્ટ સીટીઓમાં 15માં ક્રમે છે. મિનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ (MoHUA) દ્વારા દર શુક્રવારે રેન્કીંગ રીલીઝ કરવામાં આવે છે. રાજકોટ શહેર 2017માં 50માં રેન્ક પર હતું, જે હાલમાં 15માં રેન્ક્માં પહોંચી ગયુ છે. (MoHUA) દ્વારા રેન્કીંગમાં જુદા જુદા માપદંડોનું વર્ગીકરણ કરીને આપવામાં આવે છે જેવા કે કન્વરજન્સ તથા સ્માર્ટ સીટી મિશનનાં ફંડ્સથી પૂર્ણ કરેલ કામો, ટેન્ડર ઇસ્યુ કરેલા કામો, વર્ક ઓર્ડર ઇસ્યુ કરેલા કામો તથા SPV દ્વારા યુટીલાઇઝ કરેલ ફંડ, સીટી લેવલ એડવાઇઝરી ફોરમની યોજાયેલી મીટીંગો વિગેરે દ્વારા રેન્કનું મુલ્યાંકન કરવામાં આવે છે. આમ, રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી. દ્વારા સતત સારી કામગીરી ઉદિત અગ્રવાલ (IAS) કમિશ્નર, રાજકોટ મહાનગરપાલિકા તથા ચેરમેન (RSCDL)ના માર્ગદર્શન મુજબ કરી 100 સ્માર્ટ સીટીઝમાં 15મો ક્રમ મેળવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.