ETV Bharat / state

Same Sex Marriage : રાજકોટમાં સમલૈંગિક લગ્નને મંજૂરી ન આપવાની માંગણી, વિશ્વ હિન્દુ પરિષદનો વિરોધ - Supreme Court Same Sex Marriage

રાજકોટમાં જિલ્લા કલેકટરને સમલૈંગિક લગ્નને મંજૂરી ન આપવાની માંગણી કરવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદે વિરોધ કરીને કહ્યું હતું કે, સમલૈંગિક લગ્ન ભારતીય સંસ્કૃતિમાં સ્વીકૃત નથી. તો બીજી તરફ સાધુનું કહેવું છે કે, સુપ્રીમ કોર્ટમાં જે પ્રકારે અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી છે જે મામલે યોગ્ય નથી.

Same Sex Marriage : રાજકોટમાં સમલૈંગિક લગ્નને મંજૂરી ન આપવાની માંગણી, વિશ્વ હિન્દુ પરિષદનો વિરોધ

author img

By

Published : Apr 29, 2023, 5:55 PM IST

સમલૈંગિક લગ્ન મામલે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરાયો વિરોધ

રાજકોટ : ભારતમાં હાલ સમલૈંગિક લગ્ન મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. એવામાં ગઈકાલે રાજકોટમાં જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને સમલૈંગિક લગ્નને મંજૂરી ન આપવાની માંગણી કરી છે. ત્યારે આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં સમલૈંગિક લગ્નનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદે જણાવ્યું છે કે, સમલૈંગિક સંબંધો તે હિન્દુ સંસ્કૃતિ વિરુદ્ધ છે. જ્યારે સંબંધો માત્ર સ્ત્રી અને પુરુષ વચ્ચે જ હોવા જોઈએ તેવી વિશ્વ હિન્દુ પરિષદે વાત કરી છે. આ સાથે જ હિન્દુ ધર્મ આચાર્ય સભાએ પણ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને સમલૈંગિક લગ્ન મામલે પત્ર લખ્યો છે. જોકે હાલ સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનવણી ચાલી રહી છે. એવામાં વિવિધ જિલ્લાઓમાં સમલૈંગિક સંબંધો મામલે વિરોધ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Same Sex Marriage : સમલૈંગિક લગ્ન પર સુપ્રીમ કોર્ટમાં ચર્ચા, કહ્યું- સમલૈંગિક યુગલોની અડચણો દૂર કરવા સરકાર શું કરી રહી છે?

સમલૈંગિક લગ્ન ભારતીય સંસ્કૃતિમાં સ્વીકૃત નથી : વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી ભુપત ગોવાણીએ જણાવ્યું હતું કે, સમલૈંગિક લગ્ન સંબંધે હાલ સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી શરૂ છે. ત્યારે આ સમલૈંગિક સંબંધો ભારતીય સંસ્કૃતિમાં માન્ય નથી. તેમજ તે ભારતીય સંસ્કૃતિની સભ્યતામાં પણ નથી. જેને લઇને આ સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને સમલૈંગિક સંબંધો મામલે કોર્ટે કઇ નિવેદન પણ ના કરવું જોઈએ. તેમને વધુમાં જણાવ્યું હતું કે, હાલ સુપ્રીમ કોર્ટ દ્વારા આ સમલૈંગિક મામલાને જેમ રામ જન્મભૂમિમાં જેમ દરરોજ સુનાવણી થતી હતી. તેમ સમલૈંગિક મામલે દરરોજ સુનાવણી કરવામાં આવશે તેમ કહ્યું હતું. જોકે સમલૈંગિક મામલાને રામ જન્મભૂમિ સાથે ન સરખાવો જોઈએ. ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને જો આ આગળ લઈ જવી હશે તો કોઈપણ કાળે સમલૈંગિક સંબંધોને સ્વીકાર કરવામાં આવશે નહીં.

આ પણ વાંચો : Same Sex Marriage: સમલૈંગિક લગ્ન પર સુપ્રીમ કોર્ટમાં વિવાદ

સમલૈંગિક સંબંધો એ ધર્મ વિરુદ્ધ : જ્યારે આ મામલે મહંત મંગળદાસ બાપુએ જણાવ્યું હતું કે, સમલૈંગિક સંબંધો એ ધર્મ વિરુદ્ધ છે. જ્યારે અમે તેને અટકાવવા માંગીએ છીએ અને કોઈપણ કાળે તેને આગળ વધવા દેવા માંગતા નથી. જો જરૂર જણાશે તો અમે સાધુ સંતો આ મામલે સંમેલન પણ યોજશું. સમલૈંગિક લગ્નને માન્યતા આપવા માટે સુપ્રીમ કોર્ટમાં જે પ્રકારે અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી છે જે મામલો યોગ્ય નથી. જેના કારણે આગામી દિવસોમાં નવા વિવાદો ઉભા થશે. જે ભારતીય સંસ્કૃતિ માટે ઘાતક સાબિત થશે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાજકોટમાં જાગૃતિ નાગરિકો દ્વારા પણ સમલૈંગિક લગ્ન મામલે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આ લગ્નને મંજૂરી ન આપવાની તેમને માંગણી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.