ETV Bharat / state

Rajkot Crime : ગોંડલમાં LCBએ સિંઘમ સ્ટાઇલમાં વિદેશી દારૂનું કન્ટેનર ઝડપી પાડ્યું, 24 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત - ગોંડલમાં દારુ ઝડપાયો

ગોંડલમાં જાણે દારૂનો કોઈ મોટો અડ્ડો હોય અથવા મોટો ઠેકો હોય તેમ અહિયાં દરોડા ઉપર દરોડા ચાલે છે, ત્યારે ફરી એકવાર ગોંડલ શહેરમાં રાજકોટ રૂરલ LCB પોલીસ સિંઘમ સ્ટાઇલમાં વિદેશી દારૂનું કન્ટેનર ઝડપી પાડ્યું છે.

Rajkot Crime : ગોંડલમાં LCBએ સિંઘમ સ્ટાઇલમાં વિદેશી દારૂનું કન્ટેનર ઝડપી પાડ્યું, 24 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત

author img

By

Published : Jul 27, 2023, 7:41 PM IST

ગોંડલમાં LCBએ સિંઘમ સ્ટાઇલમાં વિદેશી દારૂનું કન્ટેનર ઝડપી પાડ્યું

રાજકોટ : ગોંડલમાં SMCના બે મોટા દરોડામાં લાખો રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સ્થાનિક પોલીસની નાક નીચેથી ઝડપી પાડી હેટ્રિક કરી છે. સ્થાનિક પોલીસને ઊંઘમાં રાખી રાજકોટ રૂરલ LCB બ્રાન્ચે ગોંડલના પાંજરાપોળ પાસેથી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું છે. ગોંડલના વોરા કોટડા રોડ પર ગત દિવસે એક કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો, ત્યારે ફરી આશરે 30 કલાક બાદ રાજકોટ રૂરલ LCB બ્રાન્ચે પાંજરાપોળ પાસે ફિલ્મી સ્ટાઇલમાં 312 પેટી વિદેશી દારૂ કન્ટેનરમાંથી પકડી પડ્યો છે. તેમની સામે કાર્યવાહી હાથ ધરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

શું છે સમગ્ર માહોલ : ગોંડલમાં SMCની ટીમ દ્વારા પંથકમાં ઉપરા ઉપરી વિદેશી દારૂના બે દરોડા મોટા પાડ્યો છે. લાખો રૂપિયાનો વિદેશી દારૂ સ્થાનિક પોલીસની નાક નીચેથી ઝડપી લીધા બાદ રાજકોટ રેન્જ આઈ.જી. એ સખત વલણ દાખવી કેટલાક પોલીસ કર્મચારીઓની બદલી કરી નાખી છે. આ બનાવ બાદ ઊંઘમાં રહેલી સ્થાનિક પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હોય તેમ આ દરમિયાન રાજકોટ રૂરલ LCB બ્રાન્ચના PI વી.વી.ઓડેદરા, PSI એચ.સી.ગોહિલ, અને સ્ટાફ ની ખાનગી બાતમીના આધારે ગોંડલના પાંજરાપોળ પાસે CH-01-TB-7059 નંબરના કન્ટેનરોને ફિલ્મી સ્ટાઇલમાં આંતરિ તેને અટકાવી તપાસ કરતા વિદેશી દારૂની જથ્થો હોવાનું માલુમ પડતા ભરૂડી LCB પોલીસ મથકે લઈ ગયા હતા. જ્યાં ગણતરી કરવાની શરૂ કરતાં 312 પેટી વિદેશી દારૂ હોવાનું બહાર આવ્યું હતું.

દારૂની હેરાફેરી ક્યાંથી ક્યા : પકડાયેલા બન્ને શખ્સોની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરતા દારૂ ગોંડલ મહાકાળી નગરમાં રહેતા ભરત ભીખા જાદવ અને ચોટીલામાં રહેતો હિતેશ સામત ધોરીયા વાળાએ દારૂ મંગાવ્યો હતો. હરિયાણાથી પંડિત નામના વ્યક્તિએ દારૂ ભરી આપ્યો હતો અને રાજસ્થાનનો મુકેશ નામનો વ્યક્તિ દારૂની સપ્લાય કરતો હતો.

અમારી ટીમને મળેલી બાતમીના આધારે ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલનો મોટો જથ્થો ગોંડલમાંથી ઝડપી પાડ્યો છે. આ રેડમાં મુદ્દામાલ હાલ બે લોકોની અટકાયત તરીકે અને બે સિવાયના અન્ય ચાર શખ્સો મળી કુલ છ જેટલા શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલાની અંદર ઝડપાયેલા શખ્સોની વધુ પૂછતાછ અને તપાસ તેમજ શરૂ કરી છે અને સાથે જ આ કેસમાં જે શખ્સોના નામ સામે આવ્યા છે તેમને ઝડપી લેવા માટેની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. - વી.વી. ઓડેદરા (PI, LCB રાજકોટ)

24 લાખ ઉપરાંતનો માલ સામાન જપ્ત : રાજકોટ રૂરલ LCB પોલીસ દરોડામાં કન્ટેનરના ચાલક રમેશકુમાર જાટ (રહે હરિયાણા) અને ક્લીનર હિતેશ ગાબુ (રહે. રાજકોટ) 5,472 વિદેશી દારૂની બોટલ કિંમત 13,79,040, એક ટ્રક કિંમત 10,00,000, ત્રણ મોબાઈલ કિંમત 30,000 સાથે કુલ મુદામાલ 24,14,040 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આ સાથે અન્ય હિતેષ સમતભાઈ ઘોરીયા, ભરત ભીખાભાઈ જાદવ, દારૂનો જથ્થો ભરી આપનાર પંડિત અને દારૂનો જથ્થો મોકલનાર મુકેશની સામે પણ ગુનો દાખલ કરી આ મામલે તેમની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.

  1. Surat Crime News : પુષ્પા સ્ટાઈલમાં એમ્બ્યુલન્સમાં દર્દી નહી દારૂ કર્યો ટ્રાન્સફર
  2. Geniben Thakor: ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના ભાઈ દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા ફરીયાદ
  3. Ahmedabad Crime News : ઓઢવમાં દારૂનું કટિંગ ઝડપાયું, ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતનો દારૂ ઝડપ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.