રાજકોટ કોરોના ફરી વાર દસ્તક દઇ રહ્યો છે ત્યારે તમામ બાબતની તૈયારી જરૂરી છે. પરંતુ સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા રાજકોટમાં હાલ કોરોનાની વેક્સિનની એક પણ પ્રકારનો જથ્થો ઉપલબ્ધ નથી. જયારે સરકાર જનતાને બૂસ્ટર ડોઝ (Booster Dose Rajkot) લેવા માટે સતત કહી રહ્યું છે. પરંતુ લોકો ખાલી વેક્સીન લેવા માટે લાઇનો કરે એટલુ જ બાકી રસી હાલ તો રાજકોટમાં મળશે એવું લાગી રહ્યું નથી. વિવિધ હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર, આઇસીયુ બેડ સહિતની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જ્યારે આ બધાની વચ્ચે કોરોનાની રસી લેવા માટે લોકોને રાજકોટમાં રાહ જોવી પડી (Rajkot run out vaccine) રહી છે.
વેક્સીન પૂર્ણ છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાની વેક્સીન પૂર્ણ કોરોનાના કહેર વચ્ચે રાજકોટમાં બૂસ્ટર ડોઝ લેવા માટે લોકોને હાલ આરોગ્ય સેન્ટર ખાતે ધક્કો પડી રહ્યો છે. જ્યારે રાજકોટના વિવિધ આરોગ્ય કેન્દ્રમાં એક પણ કોરોનાની વેક્સીન (Gujarat run out vaccine) હાજરમાં નથી. આ અંગે રાજકોટ કોર્પોરેશન દ્વારા રાજ્યના આરોગ્યતંત્ર પાસે કોરોનાની વેક્સીનની માંગણી કરાઈ છે. પરંતુ હજુ સુધી કોરોનાની વેક્સીન રાજકોટમાં પહોંચી નથી. જ્યારે આગામી દિવસોમાં કોરોના વધુ વકરી રહ્યો છે. એવામાં રાજકોટમાં હજુ કોરોનાની વેક્સિન ન હોવાના કારણે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
આ પણ વાંચો જૂનાગઢમાં પ્રવાસીઓની ઘોર બેદરકારી, ન તો માસ્ક પહેર્યું ન તો સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું
આવી જશે વેક્સીન આરોગ્ય અધિકારી (Rajkot Health System ) રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાની વેક્સીન નહિ હોવાના કારણે આ મામલે રાજકોટ કોર્પોરેશનના નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ સહિતના જિલ્લાઓમાં કોરોનાની વેક્સીન નથી. જ્યારે રાજ્ય સરકાર પાસે કોરોનાની વેક્સીનની માંગણી કરાઈ છે. તેમજ કેટલો વેક્સીનનો જથ્થો આપવો તે સરકાર જ નક્કી કરશે. છેલ્લા એક અઠવાડિયાથી રાજકોટમાં વેક્સિન નથી પરંતુ આ અઠવાડિયે હવે વેક્સીન આવે તેવી શક્યતાઓ છે.
100 બેડનો વોર્ડ રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 100 બેડનો એક કોરોના વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં 60 થી વધુ બેડ આઈસીયુ અને બાકીના ઓક્સિજન બેડ છે. આમ દવાઓનો જથ્થો પણ સિવિલમાં અવેલેબલ કરવામાં આવ્યો છે. ઓક્સિજન પ્લાન્ટની માત્રાની માહિતી સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા કોરોનાને પહોંચી વળવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.