રાજકોટ : રંગીલા રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેમ એક બાદ એક ગંભીર ગુનાઓની ઘટના સામે આવી રહી છે. ત્યારે વધુ એક વખત શહેરના સામાકાંઠા વિસ્તારમાં એક રેસ્ટોરન્ટ સંચાલક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટના નજીકમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. ત્યારે સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Rajkot Murder Crime: મકાનનું ભાડું ન દેતા છરી મારી, અઠવાડિયામાં હત્યાનો 3જો કેસ
રેસ્ટોરન્ટ સંચાલકને માર મારવામાં આવ્યો : શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવશક્તિ સોસાયટી નજીક આ ઘટના બની છે. જેમાં રેસ્ટોરન્ટ સંચાલક હાર્દિક કુગસીયા પર વિસ્તારમાં જ રહેતા 5થી છ જેટલા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હાર્દિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. જ્યારે વિસ્તારમાં મારમારીની ઘટના CCTV કેમેરામાં પણ કેદ થઈ છે. જેમાં શખ્સો દ્વારા યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવી રહ્યો છે. ત્યારે બી ડિવિઝન પોલીસ દ્વારા આ મામલે CCTVના આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Ahmedabad Crime : ભરબજારે તલવાર છરીના ઘા મારીને યુવકની કરાઈ હત્યા, CCTVમાં ઘટના થઈ કેદ
અપશબ્દો બોલવા બાબતે ટપારતા થઈ મારામારી : પ્રાથમિક વિગતો મુજબ વિસ્તારમાં રત્ન સમયે ટોળું ભેગું કરીને બેસતા શખ્સો અપશબ્દો બોલતા હતા. જે મામલે હાર્દિક દ્વારા તેમને વાપરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ શખ્સોના પરિવારજનો ધોકા અને પાઈપ જેવા હથિયાર સાથે આવ્યા હતા અને હાર્દિક પર હુમલો કર્યો હતો. જેમાં ગરદીકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને લઈને તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફ બી ડિવિઝન પોલીસ દ્વારા આ મામલે જીણા ગોહેલ, મગન ગોહેલ, ધર્મેશ, ગૌરવ, હર્ષિલ અને શામજી વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત શહેરની વાત કરવામાં આવે તો છેલ્લા એક અઠવાડિયામાં હત્યાના ત્રણ બનાવ બન્યા હતા. જોકે, પોલીસને જાણ થતાં કેટલાક આરોપીઓ પકડાય ગયા છે. ત્યારે ફરી એક વખત રાજકોટ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા સામે મોટા પ્રશ્નો ઉભા થયા છે.