ETV Bharat / state

Ramakrishna Mission: રામકૃષ્ણ મિશનની 125મી જયંતી નિમિતે રાજકોટમાં ધર્મસભાનું આયોજન - રાજકોટમાં ધર્મસભાનું આયોજન

રામકૃષ્ણ મિશનની 125મી જયંતી નિમિતે (Ramakrishna Mission) રાજકોટમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવશે. તારીખ 5 ફેબ્રુઆરીના ધર્મસભા યોજાશે.આ ધર્મસભામાં દેશ વિદેશના 125 સંતો ઉપસ્થિત રહેશે.

Ramakrishna Mission: રામકૃષ્ણ મિશનની 125મી જયંતી નિમિતે રાજકોટમાં ધર્મસભાનું આયોજન

author img

By

Published : Feb 3, 2023, 12:27 PM IST

Updated : Feb 3, 2023, 1:32 PM IST

રામકૃષ્ણ મિશનની 125મી જયંતી નિમિતે રાજકોટમાં ધર્મસભાનું આયોજન

રાજકોટઃ રામકૃષ્ણ મિશનની 125મી જયંતી નિમિતે રાજકોટમાં ભવ્ય ધર્મસભા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આગામી 5 ફેબ્રુઆરીએ આ ધર્મસભા યોજાશે. જેમાં દેશ વિદેશના 125 જેટલા સાધુ સંતો અને મહંતો ઉપસ્થિત રહેશે. જેના માટેની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. રાજકોટમાં રામ કૃષ્ણ આશ્રમ દ્વારા પ્રથમ વખત આ પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

રાજકોટમાં રામ કૃષ્ણ આશ્રમ દ્વારા પ્રથમ વખત આ પ્રકારનું આયોજન

રામકૃષ્ણ મિશનની સ્થાપના: સ્વામી વિવેકાનંદજીએ વિદેશથી પાછા ફરી ‘શિવજ્ઞાનથી જીવસેવા’ ના આદર્શને મૂર્ત સ્વરૂપ આપવા અને ‘આત્મનો મોક્ષાર્થમ્ જગત્ હિતાય ચ’ ના મંત્રને ચરિતાર્થ કરવા 1 મે 1897ના ના રોજ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. તેથી 1મે, 2022 થી 1 મે, 2023 સુધી રામકૃષ્ણ મિશનની 125મી જયંતિ સમસ્ત વિશ્વમાં ધામધૂમથી ઉજવાઈ રહી છે.

રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તારીખ 5મી ફેબ્રુઆરી, 2023ના રોજ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધર્મસભાનો વિષય ‘રામકૃષ્ણ મિશન - તેનો આદર્શ અને પ્રવૃત્તિઓ’ છે. જેમાં 11 વિદ્વાન સંન્યાસીઓ પ્રવચન આપશે.

ધર્મસભામાં 125 સંતો દેશ વિદેશના ઉપસ્થિત રહેશે

આ પણ વાંચો કુમકુમ સ્વામીનારાયણ મંદિરના શાસ્ત્રી આનંદપ્રિયદાસ સ્વામીનું જગન્નાથપુરીમાં સન્માન કરાયું

125 સંતો રહેશે ઉપસ્થિત: આ અંગે રાજકોટ રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ નિખિલેશ્વરાનંદે જણાવ્યું હતું કે આગામી 5 ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં સાંજના સમયે એક ભવ્ય ધર્મસભાનું આયોજન કરવામાં આવનાર છે. જ્યારે આ આયોજનનું કારણ એ છે કે સમગ્ર વિશ્વમાં આજે રામકૃષ્ણ મિશનની 125મી જયંતી ઉજવાઈ રહી છે. 1મે 1897ના રોજ સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. જેને લઈને આ આખું વર્ષ રામકૃષ્ણ મિશન જયંતી તરીકે ઉજવાઈ રહ્યું છે. જેમાં રાજકોટ રામકૃષ્ણ આશ્રમ દ્વારા પણ રામકૃષ્ણ મિશનના તમામ સંન્યાસીઓ માટે ગુજરાત તીર્થયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે દેશ વિદેશના સાધુ, સંતો અને સંન્યાસીઓ ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો વડતાલ મંદિરમાં દીપોત્સવ સાથે અન્નકૂટ મહોત્સવ ઊજવાયો

વિવેકાનંદ ગુજરાતમાં રહ્યા હતા: સ્વામી વિવેકાનંદજી શિકાગો વિશ્વધર્મ સભામાં ભાગ લેવા માટે અમેરિકા ગયા તે પહેલાં તેમણે સમસ્ત ભારતનું પરિભ્રમણ કર્યું હતું. જેમાં સૌથી વધુ સમય (લગભગ આઠ મહિના) તેમણે ગુજરાતમાં ગાળ્યો, એ ગુજરાતનું ગૌરવ છે. સ્વામીજીને શિકાગોની વિશ્વ ધર્મસભા વિશેની સૌપ્રથમ વખત માહિતી ગુજરાતમાં મળી. અહીંથી જ તેમને સનાતન ધર્મનો પ્રચાર કરવા માટે વિદેશ જવાની પ્રેરણા મળી.

અજમેરથી અમદાવાદ: જ્ઞાનગંગા સ્વામીજીએ વિદેશી ધરતી પર વહેડાવી તેની તૈયારી પણ સ્વામીજીએ અહીં ગુજરાતમાં કરી હતી. ઈ.સ. 1891માં સપ્ટેમ્બર મહિનામાં સ્વામી વિવેકાનંદજી અજમેરથી અમદાવાદ આવ્યા. ત્યાં અમદાવાદના સબ જજ લાલશંકર ઉમિયાશંકર ત્રવાડીનું આતિથ્ય સ્વીકારી થોડા દિવસો પછી વઢવાણ ગયા. ત્યાં રાણકદેવીના દર્શન કરી લીંબડી પહોંચ્યા. અહીં લીંબડીના ઠાકોર સાહેબ યશવંતસિંહજીએ તેમની બુરી મુરાદવાળા તાંત્રિક સાધુઓથી રક્ષા કરી. ત્યાંથી ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, સોમનાથ, ભુજ, માંડવી, નારાયણ સરોવર, આશાપુરા માતાનો મઢ, પાલીતાણા, નડિયાદ થઈ વડોદરા પહોંચ્યા. ત્યાં તેઓ વડોદરાના દિવાન મણીભાઈ જશભાઈના અતિથિરૂપે દિલરામ બંગલોમાં રહ્યા અને ત્યાંથી 26 એપ્રિલ, 1892ના રોજ મુંબઈ જવા રવાના થયા.

ત્રણ સ્મૃતિ મંદિર: ગુજરાત માટે ગૌરવની વાત છે કે અહીં સ્વામી વિવેકાનંદજીના ત્રણ સ્મૃતિ મંદિરો છે. લીંબડીમાં જે ઐતિહાસિક રાજમહેલમાં સ્વામીજી રહ્યા હતા તે ઠાકોર સાહેબના વંશજોએ ઇ.સ. 1971માં રામકૃષ્ણ પ્રાર્થના મંદિરને સ્મૃતિ મંદિર બનાવવા ભેટરૂપે આપી દીધો, જે પછીથી તેઓએ રામકૃષ્ણ મિશનને સોંપી દીધો. જે ઐતિહાસિક ભોજેશ્વર બંગલામાં સ્વામીજી પોરબંદરના એડમિનિસ્ટ્રેટર શંકર પાંડુરંગ પંડિતના અતિથિરૂપે લાંબાગાળા સુધી રહ્યા હતા, તે બંગલો ગુજરાત સરકારે રામકૃષ્ણ મિશનને 30 વર્ષની લીઝ પેટે માત્ર એક રૂપિયો ટોકન રેન્ટ પર તારીખ 12મી જાન્યુઆરી 1997 ના રોજ સોંપી દીધો. જે ઐતિહાસિક દિલારામ બંગલામાં સ્વામીજી અતિથિ રૂપે રહ્યા હતા તે બંગલો પણ ગુજરાત સરકારે 30 વર્ષની લીઝ પર માત્ર એક રૂપિયા ટોકન રેન્ટ પર રામકૃષ્ણ મિશનને તારીખ 18 એપ્રિલ, 2005ના રોજ સોંપી દીધો.

પ્રારંભ કરવા વિનંતી: ગુજરાતમાં અત્યારે સ્વામીજીના ત્રણ સ્મૃતિ મંદિરો છે. આ સિવાય થોડા સ્થળો એવા છે જે સ્વામીજીની ચરણરજથી પાવન થયેલ છે. ત્યાં પણ સ્મૃતિ મંદિરો બનાવવાની શક્યતા છે. આથી અમે ગુજરાત સરકારને સ્વામી વિવેકાનંદ ટુરિસ્ટ સર્કિટ પ્રારંભ કરવા વિનંતી કરી છે. તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે પ્રાયોગિક ધોરણે રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓ માટે આ ગુજરાત તીર્થયાત્રાનું આયોજન થયું છે.

Last Updated : Feb 3, 2023, 1:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.