ETV Bharat / state

Rajkot Crime News: સામુ જોવા જેવી બાબતે બે ભાઈઓ પર કરાયો જીવલેણ હુમલો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ - સોશિયલ મીડિયા

રાજકોટ રંગીલું શહેર ગણાય છે. જો કે આ જ રાજકોટમાં સામુ જોવા જેવી નજીવી બાબતે બે ભાઈઓ પર જીવલેણ હુમલો કરાયો છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ

સામુ જોવા જેવી બાબતે બે ભાઈઓ પર કરાયો જીવલેણ હુમલો

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 18, 2023, 3:04 PM IST

જીવલેણ હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

રાજકોટઃ સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રંગીલા રાજકોટમાં અવારનવાર મારામારીના કિસ્સા બની રહ્યા છે. શહેરના કરણપરા વિસ્તારના મિલપરામાં કોર્પોરેશનના કર્મચારી અને તેમના ભાઈ પર સામાન્ય બાબતે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં બંને ભાઈઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

સમગ્ર ઘટનાક્રમઃ રાજકોટ મનપાના ગાર્ડન શાખામાં હેડ ગાર્ડનર તરીકે કામ કરતા આશિષ પંડ્યા અશોક સાયકલ સ્ટોર ખાતે બેઠા હતા. ત્યાંથી આ જ વિસ્તારમાં રહેતા રણજીત ચાવડીયા પસાર થયા હતા. રણજીતે આશિષ પંડ્યાને તું કેમ મારી સમે જુએ છે તેમ કરીને ઝઘડો કર્યો હતો. ત્યારબાદ રણજીત ચાવડીયા, તેમનો પુત્ર હાર્દિક, ભત્રીજો મોહિત ફરી ઘટનાસ્થળે આવ્યા હતા. આરોપીઓએ આશિષ પંડ્યા પર ધોકા વડે હુમલો કરી દીધો હતો. આ ઘટનાની જાણ થતાં આશિષના ભાઈ રાજેશ પંડ્યા પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. આશિષની સાથે રાજેશ પંડ્યાને પણ માર માર્યો હતો. આ ઘટનામાં બંને ભાઈઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસાડવામાં આવ્યા છે.

પોલીસે તપાસ હાથ ધરીઃ આશિષ અને રણજીત ચાવડિયા વચ્ચે અગાઉથી માથાકૂટ ચાલી રહી છે. ઘટનાના દિવસે બંને એકાએક સામે આવી જતા ફરીથી માથાકૂટ વકરી હતી. જો કે આ બનાવમાં જીવલેણ હુમલો થયો છે. એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પોલીસને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ મળ્યા છે. જો કે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા છે.

  1. Rajkot Crime : રાજકોટમાં તબીબ યુવતીએ કરેલી આત્મહત્યાનું કારણ અકબંધ
  2. Rajkot Crime : 4.71 કરોડના દાગીનાની છેતરપિંડી, શો રૂમમાં સ્ટોકની ગણતરી કરતા હિસાબ ન મળ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.