ETV Bharat / state

Rajkot Overbridge: રાજકોટના રૈયારોડ પરના ઓવરબ્રિજ પર પડી તિરાડો, બંધ કરાયો - Officer of Corporation

રાજકોટના રૈયા રોડ પરના ઓવરબ્રિજ પર તિરાડો પડી હોવાનું સામે આવ્યું છે. તિરાડો પડી હોવાના કારણે તિરાડો આ બ્રિજને તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે. બ્રિજ બન્યાના બે થી ત્રણ વર્ષ જ થયા છે. એવામાં બ્રિજની સાઈડના ભાગમાં તિરાડો અને ગાબડા પડવાની ઘટનાઓ સામે આવી છે. બ્રિજમાં ગાબડા અને તિરાડ પડતા તાત્કાલિક ફાયર વિભાગની ટીમ અને કોર્પોરેશનના અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

રાજકોટના રૈયારોડ પરના ઓવરબ્રિજ પર પડી તિરાડો,

author img

By

Published : Mar 4, 2023, 9:43 AM IST

રાજકોટઃ રાજકોટમાં તાજેતરમાં જ નિર્માણ પામેલા રૈયા ચોકડી ખાતેના ઓવરબ્રિજ પર તિરાડો અને ગાબડા પડતા તાત્કાલિક આ બ્રિજને બંધ કરવામાં આવ્યો છે. જ્યારે હાલ ફાયર વિભાગ અને કોર્પોરેશનની ટીમ દ્વારા બ્રિજને બંધ કર્યા બાદ તેનું સંપૂર્ણ નિરીક્ષણ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. હજુ સુધી આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નથી. પરંતુ બ્રિજમાં ગાબડા પડવાની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે.

રાજકોટના રૈયા રોડ પરના ઓવરબ્રિજ પર પડી તિરાડો

તાત્કાલિક બંધ કરવામાં આવ્યો: 150 ફૂટ રિંગરોડ પર રૈયા ચોકડી નજીક આ ઓવરબ્રિજ બનાવામાં આવ્યો છે. જેનું લોકાર્પણ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી જ્યારે સીએમ પદ પર હતા ત્યારે તેમના હસ્તે કરવામાં આવ્યું હતું. હાલ આ બ્રિજ બન્યાના બે થી ત્રણ વર્ષ જ વીત્યા છે. એવામાં બ્રિજની સાઈડના ભાગમાં તિરાડો અને ગાબડા પડવાની ઘટનાઓ સામે આવી છે. જેને પગલે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. જો કે બ્રિજમાં ગાબડા અને તિરાડ પડતા તાત્કાલિક ફાયર વિભાગની ટીમ અને કોર્પોરેશનના અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

આ પણ વાંચો Rajkot News : રાજકોટમાં અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, સંસ્કૃતમાં કોમેન્ટ્રી ને ખેલાડીઓએ પહેર્યા ધોતી ઝભ્ભા

કરવામાં આવશે કામગીરી: હાલ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. હજુ સુધી કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ સર્જાઈ નથી. બ્રિજને બંધ કરવામાં આવ્યો છે. એમજ કોર્પોરેશનના સિટી એન્જિનિયર આ બ્રિજનું સંપૂર્ણ નિરીક્ષણ કરશે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં તાજેતરમાં બનાવામાં આવેલ બ્રિજમાં ગાબડા અને તિરાડ પડવાની ઘટનાને પગલે બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સાબિત થઈ રહ્યું છે પરતું હાલ રાજકોટમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાતા અટકી છે--આઇવી ખેર (રાજકોટ મનપાના ચીફ ફાયર ઓફિસર )

ક્યાં પ્રકારના પગલાં લેવાશે? તાજેતરમાં જ બનાવામાં આવેલ બ્રિજના કામમાં ગેરરીતિ થઈ હોય અથવા તો કામમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તે પ્રકારે હાલ બ્રિજ પર તિરાડો અને ગાબડા દેખાઈ રહ્યા છે. ત્યારે હજુ સુધી કોઈ દુર્ઘટના સર્જાઈ નથી. પરંતુ હવે સલાવો એવા ઉભા થઇ રહ્યા છે કે, આ બ્રિજને લઈને રાજકોટ મનપા દ્વારા બ્રિજ બનાવનારી એજન્સી અથવા તો કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ક્યાં પ્રકારના પગલાં લેવામાં આવશે.

આ પણ વાંચો Rajkot Crime News : રાજકોટમાં વ્યાજખોરો બેફામ બન્યા, દેવાદારના પુત્રનું કર્યું અપહરણ

અમરેલીમાં બ્રિજ ધરાશાયી: અમરેલીમાં ભાવનગર-સોમનાથ હાઇવે પર રાજુલાના દાતરડી ગામ પાસે બ્રિજનું કામ ચાલી રહ્યું છે. રાજુલા પાસેથી પસાર થતો બ્રિજ બન્યા પહેલા જ ધરાશાયી થયો છે. નેશનલ હાઇવે બ્રિજ ચાલુ વિકાસે ધરાશાયી થતાં બીજ ગુણવત્તા તેમજ કામગીરી પર સવાલો ઉઠતા જવાબદાર અધિકારીઓ મૌન સેવ્યું છે. બ્રિજ ધરાશાયીનો સમગ્ર મામલો બે દિવસ પહેલાં બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. એક જાગૃત નાગરિક દ્વારા જે તે સમયનો વીડિયો બનાવી વાયરલ કરાતા સમગ્ર મામલો ઉઘાડો પડ્યો હતો. આ બનાવના પગલે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી.

મોરબી ઝુલતો પુલ દુર્ઘટના: મોરબી ઝુલતા પુલ ધરાશાયી થતા સમગ્ર દેશને આ ઘટનાએ હચમચાવી નાંખ્યો હતો. આ પુલ પર અંદાજે 600 જેટલા પ્રવાસીઓ ફરવા માટે આવ્યા હતા. અચાનક ઝુલતો પુલ ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાને લઈને તંત્રએ તાત્કાલીક ધોરણે કામગીરી ઉપાડી હતી. આસપાસના શહેરમાંથી આર્મી, નેવી, એરફોર્સ, NDRF, ફાયર બ્રિગેડની ટીમે આખી રાત મચ્છુ નદીમાં બચાવકાર્ય ચાલુ કરી દીધી હતું.

હાઈકોર્ટમાં બ્રિજને લઈને સોગંધનામુ: રાજ્યમાં કુલ 63 બ્રિજને સમારકામની જરૂર છે. આમાં 40 જેટલા બ્રિજની સામાન્ય સમારકામની જરૂર છે. જ્યારે 23 જેટલા બ્રિજને મહત્તમ સમારકામની જરૂર છે. આમાંથી અમદાવાદમાં 12, સુરતમાં 13, વડોદરામાં 4 અને જૂનાગઢમાં 7 બ્રિજને સમારકામની જરૂર છે. આ તમામ બ્રિજની અત્યારે પરિસ્થિતિ જોતા તેમને જલ્દીથી સમારકામ કરવામાં આવશે.આ તમામ બાબચ રાજ્ય સરકારે સ્વીકારી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.