રાજકોટ : રાજકોટ રેલવે ડિવિઝને એપ્રિલ 2022થી જાન્યુઆરી 2023 સુધી ટિકિટ ચેકિંગ ડ્રાઇવ હેઠળ રેકોર્ડ રકમ દંડ રૂપે પ્રાપ્ત કરી છે. રેલવેમાં તમામ અધિકૃત પ્રવાસીઓને મુશ્કેલી મુક્ત, આરામદાયક યાત્રા અને સારી સેવાઓ સુનિશ્ચિત કરવા માટે ટિકિટ વિનાના અનિયમિત પ્રવાસીઓને અટકાવવા રાજકોટ ડિવિઝન દ્વારા ટિકિટ ચેકિંગ ડ્રાઇવ ચાલુ છે. વિવિધ મેલ એક્સપ્રેસ, લોકલ અને હોલીડે સ્પેશિયલ ટ્રેનોમાં વારંવાર સઘન ટિકિટ ચેકિંગની ઝુંબેશ ચાલી રહી છે. આ સાથે ટ્રેનમાં અનધિકૃત પ્રવેશને રોકવા માટે અવારનવાર ઓચિંતી ટિકિટ ચેકિંગ ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Garvi Gujarat: 28 ફેબ્રુઆરીથી શરૂ થશે 'ગરવી ગુજરાત' યાત્રા, હેરિટેજ સ્થળોની કરાવાશે મુલાકાત
ટોટલ કેટલા સમયમાં કેટલો દંડ વસુલવામાં આવ્યો : જાન્યુઆરી 2023ના મહિના દરમિયાન બુક ન કરાવેલા સામાનના કેસ સહિત, 7752 ટિકિટ વિનાના અનિયમિત ટિકિટ પ્રવાસીઓને શોધી કાઢવામાં આવ્યા હતા. આ પ્રવાસીઓ દંડ તરીકે 63,51,885ની રકમ વસૂલવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2022થી જાન્યુઆરી 2023ના સમયગાળા દરમિયાન ટિકિટ વિનાના અનિયમિત ટિકિટવાળા પ્રવાસીઓ અને બુક ન કરાવેલા સામાનના કુલ 1.42 લાખ કેસ મળી આવ્યા હતા, જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 76,643 કેસ મળી આવ્યા હતા, જે 85.29 ટકા વધારે છે. આ પ્રવાસીઓ પાસેથી 11.17 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો હતો. જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 4.38 કરોડની સરખામણીએ 154.86 ટકા વધુ છે.
આ પણ વાંચો : Railway Tracks Stolen: ક્યારેક ટ્રેનનું એન્જિન તો ક્યારેક લોખંડનો પુલ, હવે રેલવે ટ્રેકની ચોરી
ટિકિટ લેવાની અપીલ : આ અંગે પશ્ચિમ રેલવેના રાજકોટ રેલવે ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યું હતું કે, આ ટિકિટ ચેકિંગ ઝુંબેશના પરિણામે ટિકિટ ચેકિંગ ટીમ દ્વારા એપ્રિલ 2022થી જાન્યુઆરી 2023ના સમયગાળા દરમિયાન દંડ તરીકે 11.17 કરોડ રૂપિયાની રેકોર્ડ રકમ વસૂલવામાં આવી હતી, ત્યારે આ સાથે રેલવે પ્રશાસને સામાન્ય જનતાને હંમેશા યોગ્ય અને માન્ય ટિકિટ સાથે પ્રવાસીઓને કરવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, ક્યારે પ્રવાસી સમય ચુકી જતા ટિકિટ લેવા માટે સમય ન બચ્યો હોય અને ટ્રેનમાં બેસી ગયા હોય છે. તો બીજી તરફ કેટલાક પ્રવાસીઓ જાણી જોઈએ ને પણ ટિકિટ લેવામાં બેદરકારી રાખતા હોય છે. ત્યારે આ રેલવે ડિવિઝને ટિકિટ ચેકિંગ ડ્રાઇવનો રોલ નિભાવો જરૂરી બને છે.