રાજકોટ પ્રદ્યુમ્નગર પોલીસે ચાઇનીઝ દોરી વહેચનારા 2 શખ્સની ધરપકડ કરી પોલીસે ચાઇનીઝ તુકકલનો મોટો જથ્થો તથા ચાઇનિઝ દોરીની 15 ફિરકી સાથે ઉસેફ દલવાણી નામના શખ્સની ધરપકડ કરી ચાઈનીઝ દોરી વહેંચવા પર પ્રતિબંધ હોવા છતાં વેપારીઓ ચોરી છુપીથી વેચે છે. તમામ સ્ટોલ પર તાપસ કરવામાં આવે તો હજુ વધુ જથ્થો ઝડપાઇ શકે છે.
ચાઈનીઝ દોરીથી લોકોના જીવ જઈ શકે છે. પોલીસે બોગસ ગ્રાહકો બનીને ટીમ બનાવીને વેપારીઓ પાસે મોકલી ચાઇનીઝ દોરીની ખરીદી કરીને તમામ માહિતી મેળવી હતી અને ત્યારબાદ ચાઇનીઝ દોરી વેચતા વેપારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.