ETV Bharat / state

Rajkot News: રાજકોટ ખાનગી શાળા મંડળનો નિર્ણય, વાલીઓએ ટૂંકા વસ્ત્રો પહેરવાની મનાઈ - short dresses school

રાજકોટમાં ખાનગી શાળા મંડળ દ્વારા વાલીઓને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વાલીઓએ ટૂંકા વસ્ત્રો પહેરીને બાળકનોને શાળાએ મૂકવા માટે મનાઈ કરવામાં આવી છે. વાલીઓને લેખિત અને મૌખિક સૂચનાઓ આપી દેવામાં આવી છે.

રાજકોટ ખાનગી શાળા મંડળનો નિર્ણય, વાલીઓએ ટૂંકા વસ્ત્રો પહેરવાની મનાઈ

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 29, 2023, 12:28 PM IST

રાજકોટ ખાનગી શાળા મંડળનો નિર્ણય, વાલીઓએ ટૂંકા વસ્ત્રો પહેરવાની મનાઈ

રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં ખાનગી શાળા મંડળ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ખાનગી શાળાએ બાળકોને લેવા મૂકવા આવતા વાલીઓને ટૂંકા વસ્ત્રો પહેરવાની મનાઈ ફરવામાં આવી છે. આ માટે ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા વાલીઓને લેખિત અને મૌખિક સૂચનાઓ આપવામાં આવી છે. ટૂંક સમયમાં જ વાલીઓને આ અંગેની માર્ગદર્શિકા આપવામાં આવનાર છે. રાજકોટમાં ખાનગી શાળા મંડળ દ્વારા વાલીઓ માટેનો ટૂંકા વસ્ત્રો મામલાનો નિર્ણય લેવામાં આવતા હાલ ચર્ચાનો દોર શરૂ થયો છે.

"શિક્ષણએ ફકત જીવન જીવવાની કળા શીખવવાનું માધ્યમ નથી પરંતુ શિક્ષણ એ જ જીવન છે. હાલમાં શાળાઓ શરૂ છે. એવામાં શાળાઓમાં વાલીઓ પોતાના બાળકોને લેવા મૂકવા માટે આવતા હોય છે. એમાં પણ ખાસ સવારના સમયે વાલીઓ પોતાના બાળકોને મૂકવા આવતા હોય ત્યારે તેઓ વાલીઓની ગરમી જળવાઈ એવા વસ્ત્રો પહેરીને ન આવતા હોય અને બરમૂડા અથવાતો ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા હોય તે વાત શાળાઓના ધ્યાને આવી છે. એવા વાલીઓ માટે ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા એક માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. ખાનગી શાળા સંચાલક મંડળ વાલીઓને વિનંતી કરે છે કે શિક્ષણ કાર્યની ગરિમા જળવાય તેવું વર્તન કરે."-- ડીવી મહેતા, પ્રમુખ, શાળા સંચાલક મંડળ, રાજકોટ

નિર્ણય લેવામાં આવશે: બીજી તરફ ખાનગી શાળા સંચાલક મંડળના નિર્ણય મામલે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી બીએસ કૈલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ શાળા સંચાલક સ્વનિર્ભર મંડળ દ્વારા જે માર્ગદર્શિકા જાહેર કરવાની વાત છે તે તેમની મિટિંગમાં લેવામાં આવેલ નિર્ણય છે. આ માર્ગદર્શિકા હજુ જાહેર થઈ નથી. પરંતુ તેમાં જે વાત કરવામાં આવી છે કે વાલીઓ પોતાના બાળકોને શાળાએ લેવા મૂકવા આવે ત્યારે સુરુચિપૂર્ણ પોષક પહેરીને આવે તેવી વાત કરવામાં આવી છે. જેના કારણે બાળકોમાં તેની સારી અસર થાય. હજુ આ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી નથી. હું તેમની સાથે આ મામલે ચર્ચા કરીશ અને ત્યારબાદ માર્ગદર્શિકા અંગેનો નિર્ણય લેવામાં આવશે.

  1. National Award to Teacher Of Surat : સુરતની શાળાના આચાર્ય ડો. રીટાબેન ફૂલવાલાની રાષ્ટ્રીય પુરસ્કાર માટે થઇ પસંદગી
  2. Ahmedabad News : અમદાવાદમાં શા માટે વિદ્યાર્થીઓએ ધોરણ 8 પછી અભ્યાસ છોડવા માટે બન્યા મજબુર, જિલ્લામાં આ આંકડો 1 લાખને પાર હોવાની સંભાવના

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.