જેની પાસેથી પોલીસે રોકડ રકમ, મોબાઈલ ફોન સહિતનો કુલ 28 હજાર કરતા વધારેનો મુદામાલ કબ્જે કર્યો હતો.હાલ IPL -ટી-20 મેચ રમાઈ રહી છે. ત્યારે એકતરફ દેશમાં ચૂંટણીનો માહોલ છે. જ્યારે બીજી તરફ ક્રિકેટ પ્રેમીઓ પણ મેચ નિહાળવામાં મસ્ત છે, ત્યારે રાજકોટના લાખના બંગલા વિસ્તારમાંથી પોલીસે 2 ઇસમોની ધરપકડ કરી હતી.
પોલીસને બાતમી મળી હતી કે આ બન્ને ઈસમો સનરાઈઝ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઇ રહેલી ટી-20 મેચ પર મોબાઈલ મારફતે સટ્ટો રમી રહ્યા હતા.જેને રાજકોટની ગાંધીગ્રામ પોલીસે ઝડપી પાડી ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.