રાજકોટ : ઉપલેટા તાલુકાના ભાયાવદર શહેરના ચક્કર ચોકમાં એક પાનની દુકાન ચલાવતા વ્યક્તિએ સામાન્ય બોલાચાલીમાં એક પિતા-પુત્ર પર છરી વડે હુમલો કર્યો હોવાની (Pan galla wala in Bhayavadar village) ઘટના સામે આવી હતી. જેમાં હુમલાની આ ઘટનામાં પિતા પુત્રને ગંભીર ઇજાઓ થતાં ઉપલેટની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ સમગ્ર બાબતે ઇજાગ્રસ્ત પુત્રએ ભાયાવદર પોલીસ મથકમાં હુમલો કરનાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે.(Galla walla attacked in Rajkot)
આ પણ વાંચો આ તે કેવી કટ્ટરતા?; વડોદરા મકરપુરા વિસ્તારમાં સાન્તાક્લોઝ પર હુમલો
શું હતો સમગ્ર મામલો પ્રાપ્ત વિગતો અનુસાર ભાયાવદર ગામે રહેતા 28 વર્ષીય સુરેશ ઉર્ફે આકાશ મકવાણા અને તેમના પિતા વિનુ મકવાણા ધોરાજી પોતાના કામ અર્થે ભાયાવદરથી જઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં પાનના ગલ્લા ખાતે ઉભા રહ્યા હતા. જેમાં તેમના નજીકના સંબંધી સાથે તેમના પિતા વિનુભાઈ વાત કરી રહ્યા હતા. તે દરમિયાન પાનના ગલ્લાવાળા હિરેન સથવારા નામના (Pan galla wala attacked) વ્યક્તિએ બંને વચ્ચેની ચાલતી વાતચીત વચ્ચે આવી અને ઉગ્ર બોલાચાલી કરી ગાળાગાળી કરી હતી. જે બાદ વિનુભાઈએ સમજાવતા મામલો વધુ બનતા ગલ્લા પર બેસેલા વ્યક્તિ ઉગ્ર થયેલો હતો. ઉગ્ર થયેલો હિરેન સથવારાએ છરી વડે તેમના પર હુમલો કરી દીધો હતો, ત્યારે પિતા પર થઈ રહેલા હુમલાને રોકવા અને તેમને બચાવવા પુત્ર પણ આડો પડતા તેમને પણ છરીના ઘા લાગ્યા હતા. (father son attacking in Bhayavadar)
આ પણ વાંચો રાજકોટમાં રખડતા ઢોરે ફૂટબોલની જેમ વૃદ્ધને હવામાં ફંગોળ્યા, ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ
આરોપી હાજર થયાના સુત્રો ભાયાવદરના જાહેર ચોકમાં બનેલ હુમલાની આ ઘટના પિતા અને પુત્રને ઇજાઓ પહોંચતા ઇજાગ્રસ્ત પિતા-પુત્રને ઉપલેટાની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ઇજાગ્રસ્ત પિતા પુત્રમાં પિતાને વધુ ગંભીર ઇજા પહોંચી હોવાની પણ વિગતો સામે આવી હતી. સમગ્ર બાબતને લઈને હિરેન સથવારા નામના વ્યક્તિ વિરુદ્ધ ભાયાવદર પોલીસ ફરિયાદ દાખલ કરી હતી, ત્યારે સમગ્ર બાબતે ભાયાવદર પોલીસે IPC કલમ 323 અને 324 તેમજ GP એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં હુમલો કરનાર વ્યક્તિ હુમલો કર્યા બાદ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, તે પહેલા જ પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ ગયો હોવાની પણ સૂત્રો પાસેથી માહિતી સામે આવી છે. (attack case in Bhayavadar village)