રાજકોટઃ શહેરમાં 59 જેટલા કોરોના વાઇરસના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે એક વૃદ્ધાનું કોરોનાના કારણે મોત થયું છે, ત્યારે શહેર પોલીસ વધુ એક્ટિવ બની છે. જેને લઈને રાજકોટમાં ઠેર ઠેર લોકોને લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવી રહી છે. જ્યારે અલગ અલગ વિસ્તારમાં જીવનજરૂરી વસ્તુઓ લેવા દરમિયાન કોરોના વાઈરસ ન ફેલાય તે માટેની પણ કાળજી પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે.
![Etv Bharat, Gujarati News, Rajkot News, Covid 19, Rajkot Police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-02-temperature-gun-av-7202740_01052020123145_0105f_1588316505_777.jpg)
જેને લઈને રાજકોટ પોલીસ દ્વારા શહેરના સાધુ વાસવાણી રોડ અને પુષ્કરધામ રોડ પર આવેલી તમામ શાકભાજી માર્કેટ અને શાકભાજી વિક્રેતાઓને માસ્ક, હેન્ડ ગ્લોઝ અને સેનેટાઇઝરનું વિતરણ કર્યું હતું. આ સાથે જ તેમને વિવિધ વિસ્તારમાં જ્યાં શાકભાજી વહેંચે ત્યાં આ વસ્તુઓનો કડક ઉપયોગ કરવાની પણ સૂચના આપી હતી.
![Etv Bharat, Gujarati News, Rajkot News, Covid 19, Rajkot Police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-02-temperature-gun-av-7202740_01052020123145_0105f_1588316505_743.jpg)
જ્યારે શહેરના યુનિવર્સિટી પોલીસ દ્વારા આ માટે ખાસ ટેમ્પરેચર ગન પણ વસાવવામાં આવી છે. જેને લઈને આગામી સમયમાં દરરોજ પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન આ શાકભાજી વિક્રેતાઓનું પણ ટેમ્પરેચર માપવામાં આવશે. આમ, રાજકોટ પોલીસ દ્વારા કોરોના વાઇરસની મહામારીને રોકવા માટે અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.